________________
શારીરિક પાપ કરતાં ક્રોધનું પાપ ઉતરતું નથી પણ ઉલટું વધારે છે. કોધમાં ગૃહસ્થને ધર્મ પણ ટકી રહેતા નથી તો પછી ત્યાગ ધર્મના અભાવ માટે કહેવું જ શું ? તેના જીવનની મીઠાશ ચાલી જાય છે. જીવન શુષ્ક બને છે. ક્રોધી મનુષ્યમાં ઈર્ષા, અભિમાન, અનુદારતા, ઘાતકીપણું, નિર્દયતા, કઠોરતા, હઠીલાઈ, એકલપેટાપણું, સદા
ગીયાપણું અને એકલવાયાપણાદિ અનેક દુર્ગુણે વસે છે. આ સ્વભાવ બદલાવવા માટે પ્રેમ મુખ્ય સાધન છે. પ્રેમથી તેની વૃત્તિઓ બદલાઈ જાય છે. ૨૯
પ્રકરણ ૨ જુ
જેની શોધ કરશે તે મળશે. વિશ્વમાં સારા અને બેટાં બંને ત ભરેલાં છે. તમે જેની શેધ કરશે, જેને ઈચ્છશે તે તમને મળશે. જેને તમે હૃદયથી ચાહે તેજ તમને લેવાનો અધિકાર છે. ચાંદા ઉપર દષ્ટિ ન કરે–અન્યના દે ન જુઓ પણ અન્યના જીવનમાં રહેલાં શુભ ગુણે તરફ ધ્યાન આપે. આત્મા અમર સ્વરૂપ છે. દે નાશ પામનારા છે, તેને આત્માથી જુદા થવું જ પડશે. ૧
વિશ્વ પાઠશાળા છે, તેમાં પ્રેમના પાઠ શીખવા અને અજમાવવાની ઘણું તકે મળે છે. તેને ભિ લઈ સર્વ