________________
ॐ अहँ नमः પ્રભુને પંથે.
જ્ઞાનને પ્રકાશ.
પ્રકરણ ૧ લું.
પ્રેમ.
બધા સદગુણોનું મૂળ પ્રેમ છે. આ પ્રેમ દેહની સુંદરતા કે ધનની અધિકતાને લીધે નહિ અધિકાર કે સારી લાગવગ ધરાવનારા ઉપર નહિ ભવિષ્યમાં ઉપગી કે મદદગાર થશે તે માટે નહિ પણ કેવળ સત્તાગત અનંત શક્તિવાન આત્મા છે, અને આત્મા એ પરમાત્મા છે એમ જાણે આત્મદષ્ટિએ આત્મા ઉપર પ્રેમ કરવાનો છે. ૧
તે સિવાયને પ્રેમ તે પ્રેમ નથી પણ મેહ છે. રાગ છે. સ્નેહ છે. બીજાને શાંતિ આપીને પિતાને સુખ માનવું તે પ્રેમ પ્રેમના છે. પ્રેમી બીજાને પવિત્ર બનાવવાનું કામ કરે છે. વિશાળ રાજ્યમાં સદગુણોરૂપી અનેક નાનાં રાજ્યને સમાવેશ થાય છે. પ્રેમ છે ત્યાં આત્મભાન છે. પ્રેમના પ્રમાણમાં શુદ્ધ અભિાને અનુભવ થાય છે. ૨ આ. વિ. ૨૬