________________
સુખ અને શાંતિ માટે પરમાત્માનું સ્મરણ, એ આ ગ્રંથને વિષય છે. છેલ્લેથી શરૂઆત કરી પહેલે ભાગે પહેચવાનું નિશાન છે. આમાંથી પ્રભુ માર્ગને અભિલાષી જીવોને સારે પ્રકાશ મળવા સંભવ છે. પ્રયત્ન કર્યા વિના સત્યને અનુભવ થતું નથી, માટે સુખના કે જીવન
જ્યોતિ પ્રાપ્ત કરવાના ઈચ્છુક છેવોએ માર્ગ જાણીને પ્રયત્ન કરવા તૈયાર થવું એટલી પ્રેમપૂર્વક ભલામણ કરી વિરમું છું. વિક્રમ – સંવત ૧૯૦૪ શ્રાવણ વદ ત્રીજને રવિવાર
આચાર્ય શ્રી વિજયકેશર સૂરીશ્વરજી (વીશનગર)