________________
૨૩૪
કરેલા પાપની શિક્ષા ભેગવવા આ સ્થાનમાં આવે છે. લેક વ્યવહારમાં તેને નરકાવાસ કહે છે, તે જીવો તે સ્થાનમાં તેમને મળેલા આયુષ્યના અંત સુધી દુઃખજ ભેગવ્યા કરે છે. અશાતા વેદનીય નામના મહામહના મિત્ર રાજાને આ શહેરના ઉપરી તરીકે ભેગવવા તરીકે આપેલું છે. મતલબ કે અહીં અશાતા-દુઃખનું જ સામ્રાજ્ય વર્તે છે. આ જીવને અશાતા વેદનીય, પરમાધામી નામના પુરૂષો દ્વારા બહુ જ કદર્શન કરાવે છે. તેઓ આ પાપીપિંજરમાં રહેલા લેકોને તપાવેલું તાંબુ પાય છે. શરીરના ટુકડા કરી તેનું માંસ ખવરાવે છે, અગ્નિ વડે બાળે છે, શાલ્મલિવૃક્ષના કાંટાવાળા ઝાડ પર ચઢાવીને દારૂણ દુઃખ દે છે. અશુચિવાળી વૈતરણી નદીમાં ચલાવે છે, અસિપત્રના વનમાં ચલાવી તે પત્રો વડે. અંગ છેદાવે છે, ભાલા, બરછી, ગદા, અને ખગાદિ વડે. મારે છે. કુંભમાં રાંધે છે, કરવત વડે વહેરે છે, તપેલી રેતીમાં સેકે છે, ટુંકામાં કહીએ તે આ જીવેને ત્યાં એટલે ત્રાસ આપે છે કે તે સાંભળતાં પણ મન ધ્રુજે છે. આ પાપીપિંજરના મેટા સાત ભાગે છે. તેમાં પ્રથમના ત્રણમાં પરમાધામી દેવ દુઃખ આપે છે. તેમ પરસ્પર વેર વિરોધને લીધે મારામારી કરીને દુઃખી થાય છે, બાકીના ચાર ભાગોમાં પરસ્પર લડીને દુઃખ પામે છે, તે સિવાય ત્યાં સખત ભૂખ, અસહ્ય તૃષા, મહાન ટાઢ, અને ઉગ્ર તાપ વડે. જીવો દુઃખી થઈ જાય છે, એકંદર રીતે આ પાપીપિંજરના લેક એકાંતે દુઃખી છે, ભવચકના આ ચારે વિભાગમાં મહામહાદિનું રાજ્ય પ્રવર્તે છે.