________________
૨૪૦
જમીન રાજ્ય, સ્ત્રી પુત્રાદિ સંબંધીઓ બધાં અહીંજ પડતાં મૂકે છે, અને આ જીવનમાં પેદા કરેલ પુન્ય પાપ રૂ૫ બે વસ્તુઓ સાથે લઈ જાય છે જેમાંથી તે જન્મમાં સુખ દુઃખ અનુભવે છે. પાછળ મુકી ગયેલા સંબંધીઓ છેડા વખત માટે રડવા કુટવાની ધમાલ કરી પિતા પિતાને કામે લાગી જાય છે. મરનારની મીલકતના ભાગલા પડી, પિતાના સુખ માટે બીજાને આશ્રય લઈ આનંદ કરવામાં મરનારને ભૂલી જાય છે. ધનાદિસંગ્રહ કરવામાં બાંધેલા પાપને, અનુભવ તે જીવને એકલાને કરવો પડે છે. મરનારના દુઃખમાં, ભાગ લેવા ને ત્યાં કોઈ જતું નથી. આવી ત્રાસદાયક સ્થિતિ મૃતિ નામની ત્રીજી પિશાચિનીની છે.
ખલતા-દુર્જનતા-૪. રાજન ! કર્મ પરિણામ રાજાના પાપોદય નામના સેનાપતિની આજ્ઞાથી આ ખેલતા નામની રાક્ષસી વિશ્વના ને હેરાન કરે છે. કેટલાક લોકે દુર્જન મનુષ્યના સંગને દુર્જનતા પ્રાપ્ત થવામાં કારણરૂપ માને છે, પણ તાત્વિક રીતે પાપના ઉદયમાંથ આજતાની ઉત્પત્તિ થાય છે. દુર્જન પુરૂને સંગ પણ પાપના ઉદયથી થાય છે.
મનુષ્યના શરીરમાં પ્રવેશ કર્યા પછી દુર્જનતા વિવિધ પ્રકારે પિતાની શક્તિ જીવને બતાવે છે. પાપની ઈચ્છા, તેવાં કાર્ય તરફને પ્રેમ, તે માટે વપરાતી લુચ્ચાઈ ચાડીચુગલી, ખરાબ વર્તન, અપવાદ બલવા, ગુરૂમિત્રાદિનો દ્રોહ કરવો, કૃતનતા, ઉપકારને બદલે અપકાર, નિર્લજજતા, અભિમાન, અદેખાઈ