________________
૨૮૮
સદ્ધ મંત્રી રાજન! ચારિત્રધર્મ મહારાજાને આ બુદ્ધિશાળી પ્રધાન છે. તે એવો જ્ઞાની છે કે આ વિશ્વની અંદર પુરૂષાર્થથી સિદ્ધ થઈ શકે તેવી કઈ બાબત એવી નથી કે તે ન જાણતા હોય. વિશ્વમાં ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનકાળમાં થતા અને ભવિષ્યમાં થવાવાળા પદાર્થો જે સ્થલ હોય કે સૂક્ષ્મ હોય, નજીક હોય કે દૂર રહેલા હોય તે સર્વ પદાર્થોને જાણવાને તે સમર્થ છે. વધારે શું કહું! આ અનંત દ્રવ્ય પર્યાયવાળા ચરાચર વિશ્વને તે નિર્મળ નેત્રથી જુવે છે. નીતિના માર્ગમાં તે નિપુણ છે. મહારાજાને તે પરમ હિતવી છે. રાજ્યના કાર્યની ચિંતા રાખનારે અને પોતાના બળ ઉપર શ્રદ્ધા રાખનાર છે. સમ્યગદર્શન સેનાપતિને તે બહુ પ્રિય છે; તેને સ્થિર કરવામાં મદદ કરનાર છે. ખરી વાત છે કે જ્ઞાન વિના સમ્યગ્રદર્શનમાં દઢતા થતી નથી. આ વિશ્વમાં તેના જેવી જ્ઞાની કેઈ પ્રધાન નથી. જ્ઞાનાવરણ રાજાનો તે કટ્ટો દુશ્મન છે. આ પ્રધાનની જ્યાં હાજરી હોય છે ત્યાંથી જ્ઞાનાવરણને મુઠીઓ વાળીને નાસવું પડે છે, તે પિશમ અને લાયક એમ બે પ્રકારે તેને નાશ કરે છે. અર્થાત્ ક્ષપશમ નામની શકિતવડે જ્ઞાનાવરણના થોડા ભાગને દબાવે છે અને થોડા ભાગને નાશ કરે છે. અને ક્ષાયિક ભાવની શક્તિ વડે તેને સર્વથા નાશ કરે છે. ક્ષયપશમ ભાવનું જ્ઞાન અને ક્ષાયિક ભાવનું જ્ઞાન એમ બે પ્રકારનાં બળ તે પ્રધાન ધરાવે છે.