________________
૩પ૧
આ બાજુ ભવિતવ્યતાએ મહામહાદિને ઉત્સાહ આપતા જણાવ્યું કે, ભાઈએ ! આ અનુસુંદરથી અત્યારે સમ્યગ્ગદર્શનાદિ દૂર છે ત્યાં સુધીમાં તમારો સ્વાર્થ સાધવા જેટલો પ્રયત્ન થાય તેટલે તમે કરી લે. જે એકવાર પણ સમ્યગુદર્શન તેની પાસે આવી પહોંચશે તે તે પિતાના વર્ગનું જોર વધારી આગળની માફક તમારી આડે વિનરૂપ થશે. અત્યારે ઓછી મહેનતે તે અનુસુંદર તમારે વશ થશે, પણ સબોધ વગેરે જે તેને આવી મળ્યા તો પછી તમારા હાથમાં આવેલી બાજી ચાલી જશે. માટે ચિત્તવૃત્તિનું રાજ્ય હમણાંજ કબજે કરી લે. મહામહના તાબામાં–ભવિતવ્યતાની સૂચના બધા રોગ્યે અમલમાં મૂકી દીધી. બાલ્યાવસ્થાથીજ તેઓએ અનુસુંદરને ઘેરી લીધે તેની બુદ્ધિને આત્મિક બાબતમાં ઊંડે વિચાર કરી ન શકે તેવી મેહાંધ બનાવી દીધી. તે મેહના વચમાંજ રહેવા લાગ્યો. પિતાના ખરા હિતસ્વીએ કેણુ છે તેને ઓળખવા તેણે પ્રયત્ન જ ન કર્યો. ઉલટે મેહને આધીન થઈ રહ્યો. મેહના ટેળેટોળાં તેની ચારે બાજુ ફરી વળ્યા. પિતાનું જેર એકઠું કરીને અનુસુંદર ઉપર અજમાવવા માંડયું. એટલે તે અશુભ પ્રવૃત્તિમાં જોડાયે અને વિશેષ પાપ ઉપાર્જન કરવા લાગે.
બાલ્યવસ્થાથી જ માંસ ભક્ષણ અને દારૂ પીવા લાગ્યું. પ્રાણીઓને પીડા કરવાની બાબતમાં હોંસથી ભાગ લેવા માંડે. યુવાવસ્થાના મદમાં લેાકાની કન્યાઓ, સ્ત્રીઓ,