________________
૩૭૧
બંધ કરી દીધું. આ પુત્રી બહુ ભેળી હતી, કાંઈ વિશેષ સમજતી ન હતી. પણ ભગવતી મહાભદ્રાના લાંબા વખતના પરિચયથી તે ઘણી હુંશીયાર થઈ. સાચે સ્નેહ તેંનું કલ્યાણ થાય તેમાં રહેલે છે. વળી આપણે પણ વૃદ્ધ થયા છીએ તે તેની સાથે દીક્ષા લેવી તે આપણે માટે પણ ઉચિત છે.
સુમંગલા–નાથ ! જેવી આપની આજ્ઞા
માતા પિતા આટલાં જલદી અનુકૂળ થશે તેવી સ્વપ્ન પણ આશા ન હતી, તે આશા સફળ થયેલી જાણ સુલલિતા પિતાના ચરણમાં નમી પડી અને અનુસુંદર વિગેરેને વૃત્તાંત કહી પિતાને જાતિ સ્મરણ થયું તે આ સશુરૂને પ્રતાપ છે એમ હકીકત કહી સંભળાવી.
ચકવર્તી આદિની દીક્ષા. આ તરફ અનુસુંદર ચક્રવતીએ ગુરુશ્રી પાસે દીક્ષા દેવાની યાચના કરી, તે સાથે શ્રીગર્ભ રાજા કમલિની રાણી, પુંડરીક પુત્ર, મગધસેન રાજા સુમંગલા રાણી અને પુત્રી સુલલિતાએ પણ પિત પિતાના રાજ્યની અને બીજી વ્યવસ્થા કરીને દીક્ષા આપવાની માગણી કરી એટલે તેજ મને રમ ઉદ્યાનમાં વિવિધ મહોત્સવ પૂર્વક દે અને અનેક મનુષ્યોની હાજરીમાં આચાર્યશ્રી સંમતભદ્ર સૂરીએ બધાને દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ ચારિત્રમાં સ્થિર કરવાને બોધ આપે. તે સાંભળીને દેવો તથા મનુષ્ય પિત પિતાને સ્થાને ગયા. બાઈઓને મહાભદ્રા સાધ્વીજીની શિષ્યાઓ તરીકે સોંપવામાં આવ્યાં.