________________
- ૩૮૨
વિનાનું બને તેવા રાગદ્વેષ રહિત પરમાત્માનું ધ્યાન કરવું તે ઉત્તમ છે. આ ઉત્તમ પ્રકારનું શુભ આલંબન છે તેથી પુણ્યપ્રકૃતિ જીવને બંધાય છે. આ આલંબન દૃઢ થતાં તે આલંબનને પણ ત્યાગ કરીને આત્માએ આત્માકારસ્વસ્વરૂપે પરિણમી રહેવું, તે ઉત્તમોત્તમ ધ્યાન છે. તેથી કર્મોને નાશ થાય છે અને આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે, આ સ્વગતતત્વનું ધ્યાન છે. વીતરાગ પર માત્માદિનું ધ્યાન તે પરગતતત્વ છે. સ્વગતતત્ત્વના ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે ત્યારે પરગતતત્ત્વના નામ સ્મરણ, ધ્યાનાદિથી શ્રેષ્ઠ પુણ્ય બંધાય છે. પરંપરાએ તે મેક્ષનું કારણ છે.
વિશ્વમાં પરમાત્મા એક છે. ધ્યાન કરવામાટે જેનું આલંબન લેવામાં આવે છે તે પરમાત્મા વિશ્વમાં એકજ છે. તે સર્વ જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. સર્વ જેનાર હોવાથી સર્વદશ છે. રાગદ્વેષ રહિત હેવાથી વીતરાગ, વાતદ્વેષ છે. મહામહને તેણે નાશ કરેલ હોવાથી તે નિર્મોહી છે. આવા સ્વરૂપવાળો દેવ જ્યારે દેહધારી હોય છે ત્યારે તેને સકલ–સાકાર કહેવામાં આવે છે. જ્યારે તે મેક્ષમાં પ્રાપ્ત થયેલ હોય છે ત્યારે તેને નિષ્કલ-નિરાકાર કહે છે. આજ દેવ વિશ્વને પ્રભુ થવાને લાયક છે. આવા સ્વરૂપ વાળ હોય તેજ દેવ કહેવાય છે, એ જેણે દેવના સબં ધમાં નિશ્ચય કર્યો છે તેને તે દેવના નામમાં વપરાયેલા વિવિધ શબ્દથી ભેદ બુદ્ધિ-જુદા જુદા દે છે તેવી બુદ્ધિ થતી નથી. તે ગુણવાળા દેવને કેઈ બુદ્ધ કહે, કેઈ બ્રહ્મા