________________
૩૮૬
બધા ધર્મવાળાઓ કહે છે. આ પ્રમાણે કર્તવ્ય ધર્મ પણ આત્માને એકજ છે.
સાધન એકતા–આત્માને મેલ વગર તેના નિર્મળ આકારમાં–સ્વરૂપમાં પ્રકટ કરે તે માટે વ્રત, તપ અને ધ્યાનાદિ સાધને બતાવવામાં આવ્યાં છે. આ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવાના સાધનનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા કરવી તે સાચી શ્રદ્ધા છે અને તે જ્ઞાન તથા શ્રદ્ધા પ્રમાણે ક્રિયા કરવી-વર્તન કરવું તે ચારિત્રરૂપ મેક્ષને માર્ગ છે. આ પ્રમાણે જેઓએ તત્ત્વને શુદ્ધ બુદ્ધિથી જાણ્યું છે, તે મેરૂની માફક દઢ-નિશ્ચળ મનવાળાને મોક્ષના માર્ગમાં–સાધનામાં ભ્રાંતિ કયાંથી હોય ? એવા મહાત્માઓ, તત્ત્વ માર્ગથી ભ્રષ્ટ થઈ આમ તેમ ભટકતા ફરનારને કૃપાની લાગણીથી વારે છે મનાઈ કરે છે કે ભાઈ! એ માર્ગ મોક્ષને માર્ગ નથી, એ સાધને આત્માને પ્રગટ કરનારાં નથી, તમે આ રસ્તે આવો. આ વ્યાપક દર્શન છે. સર્વ દર્શનેનો તેમાં સમાવેશ થઈ જાય છે.
મેક્ષની એકતા–પુંડરીકમુનિ ! મેક્ષ પણ એકજ છે. પૂર્વોક્ત સાધન વડે જે શુદ્ધસત્વ-પવિત્ર આત્મા પ્રગટ થાય છે તે અવિચળ છે. નિત્ય છે. સિદ્ધ છે. સુંદર છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અરૂપ-અમૂત ઈત્યાદિ સ્વભાવવાળા પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષનું લક્ષણ છે. અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીય, અમૂર્ત સ્વરૂપ આત્મા પિતાના સ્વરૂપમાં રહે તે મેક્ષ છે.