________________
૩૮૪
આ પ્રમાણે પુંડરીક! તને તાત્વિક દેવનું સ્વરૂપ નિવેદિત કર્યું. તે દેવનું સ્વરૂપ પ્રમાણ સિદ્ધ હેવાથી સર્વ ધર્મવાળાને તે એકજ વીતરાગ દેવ છે.
વિશ્વમાં એકજ ધર્મ છે.-પુંડરીક! પરમાર્થિક દૃષ્ટિએ વિચારતાં શુદ્ધ ગુણરૂપ કલ્યાણનો કરવાવાળા ધર્મ પણ વિશ્વમાં એકજ છે. તે શુદ્ધ ગુણો દેશ છે. તેમાં સર્વ ધર્મોનો સમાવેશ થઈ જાય છે. પ્રથમ ગુણ ક્ષમાં રાખવીકોઇને નાશ કરે. ૧. બીજો ગુણ નમ્રતા રાખવી–અભિમાનને નાશ કરે. ૨. ત્રીજો ગુણ શૌચ એટલે બાહ્ય શરીરની પવિત્રતા જાળવવી. શરીરથી કોઈને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. અને અત્યંતર શૌચમાં મનની પવિત્રતા રાખવી ૩. ચોથે ગુણ તપ, બાહ્ય અને અત્યંતર તપ કરે. બાહ્ય તપમાં ઈચ્છાને નિરોધ થાય તેવી પ્રવૃત્તિ કરવી. અત્યંતર કર્મને તપાવે-નાશકરે તેવાં યાનાદિ કરવાં. ૪ સંયમ પાંચમે ગુણ છે. ઇન્દ્રિયને તથા મનને વશ કરવાં તે સંયમ છે. પ મુક્તિ છઠ ગુણ છે. એટલે લેભને ત્યાગ કરવો. સતિષ તપમાં રાખવે. ૬ સાતમે ગુણ સત્ય છે. સત્ય બોલવું પ્રિય બોલવું. હિતકારી બોલવું. ૭ બ્રહ્મચર્ય આઠમો ગુણ છે. મન, વચન શરીર વડે દૃઢ બ્રહ્મચર્ય પાળવું. ૮ આર્જવ-નવ ગુણ છે. સરલતા રાખવી. કપટ ન કરવું. ૯ ત્યાગ દશમ ગુણ છે. સર્વસ્વ ત્યાગ કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું. ૧૦
આ દશ પ્રકારને ધર્મ છે. તેનાથી સ્વર્ગ અને મેક્ષની પ્રાપ્તિ થાય છે.