________________
૩૮૫
આ દશ પ્રકારનો ધર્મ એ વિશ્વમાન્ય હોવાથી, પંડિતે આ ધર્મ સાચો અને આ ધર્મ જુઠો એમ કઈ પ્રકારે વિવાદ કરતા નથી. આ વિશ્વ વ્યાપક ધર્મ વિશ્વને માન્ય છે અને સર્વ ધર્મોનો સમાવેશ તેમાં થાય છે, માટે વિશ્વમાં એકજ ધર્મ છે એમ કહેવામાં કોઈ દોષ નથી.
જેઓ હિંસાદિને આ દશ પ્રકારના ધર્મોથી વિરુદ્ધ સ્વભાવવાળા દેને ધર્મ રૂપે માને છે તેને મહાત્માઓ કરુણું દૃષ્ટિથી વારે છે–મના કરે છે કે તે ધર્મ ન કહેવાય.
પુંડરીક! આ પ્રમાણે વિચાર કરતાં વિશ્વમાં એકજ ધર્મ છે. .
મેક્ષનેમાએકજ છે–પુંડરીક! મેક્ષનો માર્ગ પણ પરમાર્થિક દૃષ્ટિએ એક છે. કોઈ મોક્ષ માર્ગને સત્વ કહે છે, કોઈ લેણ્યા શુદ્ધિ કહે છે. કોઈ શક્તિ કહે છે. કઈ પરમવીર્ય કહે છે, આ સર્વ નામભેદથી જુદા માર્ગો કહેવાય છે, પણ અર્થથી વિચાર કરતાં તે સર્વનું સાધ્ય એકજ છે.
આજ પ્રમાણે આચરણમાં પણ શબ્દ જુદા પડે છે, છતાં ભાવાર્થ તે એકજ છે. કેઈ અદૃષ્ટને નાશ કરવાનું કહે છે, કઈ કર્મના સંસકારો નાશ કરવાનું કહે છે, કઈ પુણ્ય પાપને નાશ કરવા કહે છે, કેાઈ શુભાશુભને નાશ કરવા કહે છે. કોઈ ધર્મ અધર્મને અને કઈ પાશને નાશ કરવા કહે છે. આ બધાને ભાવાર્થ વિચારતાં આત્મા સિવાય જે કાંઈ આત્માની સાથે રહેલું છે અને જેનાથી
સુખ દુઃખ ભેગવતાં વારંવાર જન્મ મરણ કરે છે તને નાશ કરે તે તત્ત્વને આત્માથી અલગ કરવું. એમજ આ. વિ.-૨૫