________________
૩૮૧
પ્રભુસ્મરણ, સેવાધર્મ ઈત્યાદિના વિચારે કરવાથી શુભ કલ્લોલ. શુભ વિચારો પ્રગટે છે.
આ બંને શુભાશુભ વિચારોવાળા મનમાં ઉત્પન્ન થતાં કલેલે વડે આત્મા પુણ્ય પાપથી બંધાય છે. આ બંને મનની કલપનાવાળા જાળાને મૂકીને, આત્મા ઉદાસીનતા. વાળી મનની શાંત સ્થિતિમાં રહે છે તે ધ્યાન કહેવાય છે. આ ધ્યાનથી કેવળ કર્મની નિર્જરાનાશ થાય છે, કેમકે તેટલા વખત માટે આત્મા પિતાના આત્મામાં પરિણમી રહે છે. આ સ્થાને રાગદ્વેષ ન હોવાથી આવતા કર્મો અટકી જવારૂપ સંવર થાય છે અને પૂર્વના બાંધેલા કને નાશ થવારૂપ નિર્જરા થાય છે. માટે તેવા મુમુક્ષુ જીએ રાગદ્વેષનો નાશ કરનારા વિવિધ ઉપાચ વડે મનની કલ્પનાવાળા જાળાંને તોડી નાખવું જોઈએ. વિકલું બંધ કરી દેવા અને સ્વસ્વરૂપમાં તદાકાર થઈ રહેવું એ ઉત્તમ પ્રકારનું ધ્યાન છે.
ચેચની વ્યાપકતા–જે વિવિધ પ્રકારની રુચિવાળા હોય છે. કોઈને કોઈએક પ્રકારે તો કોઈને કોઈ બીજા જ પ્રકારે ચિત્તની શુદ્ધિ થાય છે. માટે ભગવાને અનેક આલંબને બતાવ્યાં છે. છતાં જેવું સામું આલંબન તેવું ચિત્ત થાય છે. સારા આલંબનથી ચિત્ત સારે આકાર ધારણ કરે છે. ખરાબ આલંબનથી ચિત્ત અશુભ આકાર ધોરણ કરે છે. આ વાત તે દરેકને અનુભવ સિદ્ધ છે. ચિત્તની સ્થિરતા માટે જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, મન શગ