________________
૩૭૬
સર્વથા નાશ થઈ જશે. અને જે સુખદાયી અંતરંગ કુટુંબ ચારિત્રધર્માદિનું હતું તેમાં જેઓ જીવને મદદગાર હતા, છતાં તે પ્રશસ્ત મેહના કુટુંબના હતા, તેને પણ નાશ થઈ જશે. બાકી જે અંતરંગ અભેદ સ્વરૂપવાળા, નામકર્માદિ ચાર રાજાઓના મરણથી ચાર આત્મિક ગુણો પ્રગટ થવાના તે આત્માની સાથે અભેદરૂપે પરિણમી રહેશે.
આ પ્રમાણે તે આઠે કર્મરૂપ કર્મપરિણામના નાશથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત આત્મિકવિર્ય-શકિત, અનંત સુખ, સાદિ અનંતસ્થિતિ અગુરુલઘુ અને અરૂપી. આ આઠ અભેદ ગુણ પ્રગટ કરી આત્મા, પરમાત્મા સ્વરૂપે થઈ રહેશે. તેના કર્તવ્ય પુરાં થશે. નિવૃત્તિ નગરીસ્થાનમાં તે સદાને માટે શાશ્વત સ્વરૂપ આત્માનંદમાં મગ્ન થશે. આ પ્રમાણે તેના અંગત કુટુંબનું પરિણામ આવશે. ( આ પ્રમાણે સંમંતભદ્રાચાર્ય પાસેથી હકીકત સાંભળીને પુંડરીક મુનિ વગેરે સાધુઓ ઓનંદ પામ્યા. સુલલિતાને શેક દૂર થયે, તેણીએ આત્મસ્વરૂપે પ્રગટ કરવા તે દિવસથી ખુબ પ્રયત્ન કરવાનું શરૂ કર્યું, નિકાચિત કર્મો તોડવા અનેક પ્રકારની તપશ્ચર્યા કરી, જ્ઞાનમાં વધારો કર્યો. તેને લઈને ઘણાં કર્મો ધોઈ નાખી આત્માને ઉજવળ કર્યો.
આગમને સાર શું છે! પુંડરિક મુનિએ એક વખત ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! ચૌદ પૂર્વનું જ્ઞાન તે એક સમુદ્ર જેવું છે એને ટુંકમાં સાર મને બતાવશે? | આગમનસાર ધ્યાન –સંમંતભદ્રાચાચે જણા