________________
૩૭૪
કર્મ વેગથી વિશુદ્ધિ મેળવી છેવટે જ્ઞાનયોગમાં કર્મોને ક્ષય કરી તે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષે જશે.
આ પ્રમાણે ભાવી પણ કલ્યાણરૂપ હોવાથી અનુસુંદર મુનિનું મરણ કઈ રીતે ખેદ કરવા યોગ્ય નથી, એમને આત્મવિકાશ આદર્શ રૂપ છે. તેમના આ જીવન ઉપરથી ઘણું ઘણું જાણવાનું જાગ્રત રહેવાનું અને આગળ વધવાનું મળે તેમ છે. વિગેરે ઉપદેશ આપી સુલલિતાદિને શાંત કર્યા.
ચિત્તવૃત્તિના લોકોનું શું થયું ? એ અવસરે નવીન યુવાન બુદ્ધિશાળી પુંડરીક મુનિએ ગુરુશ્રીને વંદન કરી જણાવ્યું કે પ્રભુ! તેની ચિત્તવૃત્તિમાં ચારિત્રધર્માદિ સારાં માણસો તથા મહામહાદિનાં ખરાબ માણસે હતાં તેમનું શું થયું? તેઓ કયાં ગયાં? તે જણાવવા કૃપા કરશે ?
ગુરુશ્રીએ જણાવ્યું પુંડરીક! તમે સારો પ્રશ્ન કર્યો છે. અત્યારે તે તે માણસો તેની ચિત્તવૃત્તિમાં છે પણ જયારે તે અમૃતસારપણે મનુષ્ય જન્મમાં ઉત્પન્ન થશે ત્યારે તે સર્વસંગને ત્યાગ કરશે દીક્ષા લેશે, ત્યારે ક્ષાંતિ આદિ અને પ્રતિ આદિ કન્યાએ પ્રગટ થશે. ટુંકમાં કહું તો ચારિત્રધર્મ રાજનું આખું સૈન્ય બહાર પ્રગટ થશે. સબધ સમ્યગ્ગદર્શન અને ચારિત્રધર્મરાજ પિતે તેના ઉત્તમોત્તમ સ્વરૂપમાં પ્રગટ થશે. તેના બળથી મહામહના બધા સૈન્યને નાશ કરી દેશે. ક્ષેપક શ્રેણી આરૂઢ થઈ તેના પુરવેગમાં ઘાતિકર્મ નામના ચાર દુશ્મનને સર્વથા નાશ કરશે કે, જે ફરીને તેની આગળ