________________
૩૭૩
પ્રકરણ એકવીસમી
વિશ્વવ્યાપક જૈનદર્શન વિશુદ્ધ ધર્મને સાચે બોધ આપનાર તે અનુસુંદર મહાપુરૂષ હતા, આમ અચાનક એક જ દિવસમાં તેને સદાને વિયોગ થવાથી નવીન ધર્મ પામેલી સાધ્વી સુલલિતાને વિશેષ ખેદ થયો તે જાણીને, આચાર્ય મહારાજશ્રી સંમતભદ્રસૂરીજીએ તેને શેક દૂર કરવા અને ધર્મમાં સ્થિર કરવા ઉપદેશ આપતાં જણાવ્યું કે આચે ! અનુસુંદર એક વીર પુરુષ હતા વીર પુરુષને છાજે તેમ એકજ દિવસમાં તેણે પિતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે, તેને માટે શેક કરે તે ચોગ્ય નથી, જે મહાપુરૂષે પાપને ઘેઈને આરાધના કરી પંડિત મરણે દેહ ત્યાગ કર્યો છે તેનું જીવન અનુમોદન કરવા યોગ્ય છે. હું તેનું જ્ઞાનદૃષ્ટિથી ભવિષ્ય જાણીને તને કહું છું કે, તે મહાત્મા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે છે, કેવળ સાધુ પુરુષ જેવું ઉત્તમ, શાંત
જીવન પૂર્ણ કરી, પુષ્કરવરદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં અધ્યા નગરીના ગાંધારરાજ રાજાની પદ્મિની રાણીના પુત્રપણે ઉત્પન્ન થશે. તેનું અમૃતસાર નામ રાખવામાં આવશે. દેવ જેવી સમૃદ્ધિ પામી મનુષ્યપણામાં દેવ જેવા સુખને અનુભવ કરશે. છેવટે વિપુલાચાર્ય નામના પવિત્ર ગુરુશ્રીના સમાગમથી બેધ પામી પૂર્વની માફક દીક્ષા લેશે. સાધુજીવનમાં તપશ્ચર્યાદિ