________________
૩૭૦
ઉપકાર કરે છે, એમાં જરા પણ સંદેહ નથી. નરકે જવાને લાયક હું હતું, છતાં શેડા જ વખતમાં મને આવી ઉત્તમ ભૂમિકા ઉપર તેમણેજ લાવી મૂકે છે. ગમે તેવા પાપી પ્રાણીઓ પણ સદાગમની ભકિત કરે તે અવશ્ય પાપથી મુક્ત થાય છે સુલલિતા–આર્ય આપનું કહેવું સાચું છે.
આમ વાતે ચાલે છે ત્યાં સુલલિતાના પિતા મગધસેન અને માતા સુમંગલા ત્યાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીને વંદન કરી બધાં બેઠા. સુલલિતા પિતાને નમન કરી પોતાની માતા પાસે જઈ બેઠી. માતાએ જણાવ્યું. બેટા ! ઘણા દિવસથી તને જોઈ ન હતી તેથી રાજ્ય છોડીને તને મળવા અમે અહીં આવ્યાં છીએ. તને ન જોઉં તે મારૂં હદય બન્યા કરે છે. તું કેવી કર કે તારી તબિયતના સમાચાર પણ ન મોકલ્યા. ?
માતા ! વધારે વાત શું કરું ! તમારા સમેહની હમણાં જ ખબર પડવાની છે.
આપની રજા લઈને હું દીક્ષા લેવા ઈચ્છા કરૂં છું. જે મારા પર સ્નેહ હોય અને મારું ભલું ઈચ્છતા હે તે મને આજ્ઞા આપો. મને ખાત્રી છે કે આપને મારા ઉપરને પ્રેમ પ્રગટ કરવાને આ ઉત્તમ અવસર છે.
રાજા મગધસેન આ ઉત્તરથી ખુબ ખુશી થયે. પિતાની રાણુને ઉદ્દેશીને કહ્યું દેવી ! પુત્રીએ તે આપણું મોટું