________________
૩૫૪
ખરેખર કર્મ પરિણામ રાજાને તે ગુનેગાર બન્યું હતું. આવી સ્થિતિમાં જે તે મરણ પામે તો સાતમી નરક સિવાય તેને માટે બીજુ કંઈ સારું સ્થાન ન હતું. અત્યાર સુધી તે જાગૃત થયે ન હતું. જાગૃત થવાના નિમિત્તે તેણે મેળવ્યા ન હતા, તેનું આયુષ્ય હવે ઘણું થોડું જ રહ્યું હતું, છતાં સત્તામાં બળવાન કેળવાયેલી પણ વખત-નિમિત્ત વિના વાપર્યા વિનાની સુતી પડેલી અનંત શકિતઓ હતી. તેની તેને ખબર પણ ન હતી. ભરયુવાની, અનુકૂળ વિષયે, રાજ્યઅધિકાર અને નિરંકુશ જીવન એ સર્વ જીવને પતિત થવાનાં પરમ કારણે છે. આવા અનુકૂળ સંયોગમાં સત્સંગ અને આત્મભાનની જાગૃતિ વિના જે કઈ પણ રીતે આગળ વધી શકતા નથી.
એક વખત આ ચકવતી, કે જે જીવનના છેલ્લા ભાગ સુધી જાગૃત નહિ થયેલે પિતાના દેશમાં પર્યટન કરવાને દેશે જેવાને મોટા સૈન્ય સાથે નીકળે છે, અને ફરતાં ફરતાં શંખપુર નગરની પાસેના ચિત્તરમાણુ ઉદ્યાનની નજીક આવી પહોંચે છે.
કેવલજ્ઞાની સંમંતભદ્રસૂરી—ચકવતી અનુસુંદર રાજા પોતાના સૈન્યનો પડાવ દૂર રાખી, પોતે અનેક રાજકુમારની સાથે વનમાં ફરવા નીકળે છે અને વનની શેભા નિહાળે છે.
આ વખતે તેજ ચિત્તરમણ ઉધાનમાં કેવળજ્ઞાની