________________
ભુલાયેલું ચૌદ પૂર્વનું જ્ઞાન બધું પાછું યાદ આવ્યું. તેનું આવરણ દૂર થતાં જ્ઞાનને અતિશય પ્રકાશ પ્રગટ થયો. નિર્મળાચાચું બતાવેલ બધે ભવ પ્રપંચ સમજાયે. તેની નજર આગળ તરવરવા લાગ્યો. તેને વિચાર કરતાં તેને પિતાની અસંખ્યાતા ભવભ્રમણને વૃત્તાંત યાદ આવ્યો.
આ પ્રમાણે ઘણા થેડા જ વખતમાં બધી બાજી પલટાઈ ગઈ. અહા ! સત્સંગને અજાયબી ઉત્પન્ન કરે તે પ્રભાવ છે કયાં નરકે જવાની તૈયારીવાળો ચક્રવતી અને ક્યાં આત્મભાનમાં જાગૃત થયેલ અવધિજ્ઞાની અનુસુંદર ! આમ આ સર્વ થોડા વખતમાંજ બની ગયું. સદજ્ઞાનની બલિહારી છે. આ વિશ્વમાં સદગુરૂઓ જે ઉપકાર કરે છે તે ઉપકાર બીજે કઈ કરી શકતું નથી. એક ખરી અગ્નિને તણખો સેંકડે વર્ષોનાં એકઠાં કરેલાં લાકડાં બાળવાને માટે પુરતો છે. તેમ અનેક જન્મનાં પાપ બાળનાર જ્ઞાન અગ્નિ છે. સદ્દગુરૂની કૃપા વિના આ જ્ઞાન મળી શકતું નથી. આત્મામાં અનંત શક્તિ ભરેલી છે પણ તેને બહાર લાવનાર નિમિત્તોની જરૂર છે, બીજા નિમિત્તે તે ઘણુંએ હતાં પણ દીવાથી જ દવે પ્રગટ થાય. જાગેલેજ જગાડે. અનુસુંદર પાપી ટળીને મહાત્મા થયે. જ્ઞાની બને.
અનુસુંદરને ગુરુશ્રીનું દર્શન-સાધ્વીજીમહાભદ્રા સન્મુખ આ બધી બીના બની ગયા પછી અનુસુંદર સાધ્વીજીની પાછળ પાછળ આચાર્ય શ્રીસંમંતભદ્રસૂરિજીની પાસે આવ્યું, અને તેમના ચરણ કમળમાં આળેટી પડે. પિતાના