________________
૩૬પ
રાજ્યને ત્યાગ–અનુંસુંદર ચક્રવર્તીના હૃદયમાં હવે આ દુનિયાના કેઈ પદાર્થો ઉપર સ્નેહ રહ્યો ન હતો. હૃદયથી જ રાજ્યાદિને ત્યાગ થઈ ગયું હતું, તેના મનમાં ચારિત્રધર્મરાજની પધરામણ થઈ ચુકી હતી. તેણે પિતાની ઈચ્છા દીક્ષા લેવાની છે તે પિતાના પરિવાર આગળ કહી બતાવ્યું. તે વખતે તેણે પોતાનાં ચક્રવર્તીપણાના ચિહ્નો જે પિતાની પાસે હતાં તે પિતાના પુત્ર પુરંદરરાયને આપી દીધાં. પુરંદરરાયને રાજા તરીકે સ્વીકારવા પ્રધાના. દિને ભલામણ કરી એટલે દરેકે તેમની આજ્ઞા માન્ય કરી.”
અલલિતાને જાગૃત કરવાનો પ્રયત્ન–આ અવસરે શ્રી ગર્ભ રાજા પોતાની રાણી સાથે ત્યાં આવી પહોંચ્યા. હતા, અનુસુંદર જે ચકવર્તી રાજ્ય છેડી ચારિત્ર લે છે તે બનાવથી અલલિતાને આશ્ચર્યને પાર ન રહ્યો. પુંડરીકને પણ સંતોષ થયો. દીક્ષા લીધા પહેલાં અનુસુંદરે સુલલિતાને જાગૃત કરવા પાછલા જન્મમાં થયેલી પોતાની વિડંબનાની અને ગુણધારણના ભવમાં, તે તેની સ્ત્રી મંદનમંજરી હતી વિગેરે સારા માઠા પ્રસંગે યાદ કરી આપી વૈરાગ્ય ઉત્પન્ન કરવા ખુબ પ્રયત્ન કર્યો, ઘણું સમજાવી પણ તેનામાં દીક્ષા લેવાને ઉત્સાહ પ્રગટ ન જ થયો. અનુસુંદરે બેસવું બંધ કર્યું, આ અવસરે રાજકુમાર પંડરીક આ બધી હકીકત સાંભળતો હતોતે એકદમ મૂચ્છ ખાઈ જમીન ઉપર પડી ગયો. શ્રી ગર્ભ રાજ પિતાને પુત્રની આ સ્થિતિથી આકુળવ્યાકુળ થઈ ગયા, રાણી