________________
૩૬૪
મંડપ બાંધ્યો હતો, તે વિખરાઈ ગયો હતો તેને પાછો વ્યવસ્થિત બનાવ્યું. તે મંડપમાં નિઃસ્પૃહતા વેદિકા બરાબર ગોઠવી દીધી. તે વેદિક ઉપર જીવવીર્ય સિંહાસન સ્થાપિત કર્યું એમ આખા સમુદાયને આનંદ ઉપજે તેવી ચારે બાજુ -વ્યવસ્થા કરીને, આખા લશ્કર સાથે કિલ્લાઓ સજજ કરી ચારિત્રધર્મરાજ મારી સન્મુખ આવવાને નીકળ્યા. રસ્તામાં મહામહના લશ્કરને તેમને ભેટે થયે. ચિત્તવૃત્તિનાં છેડા ઉપર બંને લશ્કર વચ્ચે તુમુલ યુદ્ધ થયું તે વખતે સમ્યગૂદર્શન અને સલમંત્રીની સાથે ચારિત્રધર્મરાજને મેં ટેકે આયે, તેમના તરફ ખુબ લાગણી દર્શાવી, તેના પરિણામે ચારિત્રધર્મની જીત થઈ મારા અંતઃકરણમાંથી શત્રુઓને કાઢી મૂકી તેને તેમને કબજે લીધો, અને ત્યાં ચારિત્રધર્મો પિતાનું રાજ્ય સ્થાપન કર્યું. પછી તેઓ મારી પાસે આવ્યા. મહામહ રાજાને બધે માલ લુંટાઈ ગયે છે, છતાં તેઓ જેમ તેમ જીવતા રહીને હજી અંદર છુપાઈ ગયું છે. ભાઈ પુંડરીક ! મારી ચિત્તવૃત્તિમાં અત્યારે આ સ્થિતિ ચાલી રહેલી છે. શત્રુઓ નાશી ગયા છે, મારા હિતકારી બંધુઓ હર્ષમાં આવી ગયા છે. હવે મને એમ થાય છે કે ગુરુશ્રી પાસે સાધુવેષ ગ્રહણ કરીને મારા અંતરંગ બધું એને પોષણ આપું. આમ અનુસુંદરે પોતાની ચિત્તવૃત્તિના અંતરભા બધા બતાવ્યા, સમજાવ્યા, એટલામાં તેનું ચેરનું સ્વરૂપ જે તેણે વૈક્રિય લબ્ધિથી કર્યું હતું તે વિખેરી નાખીને ચક્રવતીનું ખરૂ સ્વરૂપ અને વૈભવ પ્રગટ કર્યા. પ્રધાન સેનાપતિ વિગેરે ત્યાં હાજર થયા.