________________
૩૬૭ "ઉંમરમાં ધર્મ માર્ગ ઈચ્છે છે, આપણને તે ભેગ ભેગવતાં આટલી ઉંમર થઈ ગઈ હવે તે ધર્મ સન્મુખ થવું જ જોઈએ, રાજાની શિખામણ રાણીને યંગ્ય લાગી, પુત્રને દીક્ષાની રજા આપી અને પોતે પણ બંને દીક્ષા લેવાને તૈયાર થયા.
સુલલિતાનો પશ્ચાતાપ–આ વખતે કુમારી સુલલિતાના મનમાં અનેક વિકલ્પ ઉઠતાં હતા. તેણે મહાભદ્રા સાધ્વીજીને ઉદ્દેશીને કહ્યું. ભગવતી ! મેં પૂર્વે શું પાપ કર્યું હશે કે મને આમાં કાંઈ સમજણ પડતી નથી. રાજ કુમાર પંડરીક સ્વાભાવિકજ આ હકીકત સાંભળતું હતું, તેને જાતિસ્મરણ થયું અને વૈરાગ્યથી દીક્ષા લેવા તૈયાર થયે છે ત્યારે મને ઉદ્દેશીને મહાશય અનુસુંદરે બધો ભવપ્રપંચ સમજાવ્ય, પ્રસંગોપાત બીજા અનુભવે કહ્યા, છતાં હું કેવી નિર્ભાગી છું કે વાતના રહસ્યને હજી સમજી શકતી નથી. આ પાછળથી આવેલા શ્રી ગર્ભ રાજા તથા રાણી કમલિની પણ બંધ પામ્યાં, છતાં મને વૈરાગ્ય કેમ થતો નથી? પૂજ્યા ! કાંતો તેનું કારણ આપ કહો અગર સદાગમ ગુરુશ્રીને કહો એટલે તે–મને સમજાવે.
અનુસુંદરે જણાવ્યું. બાઈ! મહાભદ્રાને તસ્દી શા માટે આપે છે ! તેનું કારણ હું જ તને સમજાવું. મારા ગુણધારણના ભવમાં તું મદનમંજરી હતી. મારી સાથે તેં પણ દીક્ષા લીધી હતી, દરેક વાતે ધર્મપરાયણ હતી પણ ભણવાની બાબતમાં તને કંટાળો આવતો હતો.