________________
૩૬ર આદિની ઓળખાણ-સંસારી જીવે કહ્યું. જેવી આપની આજ્ઞા, એમ કહી મહાભદ્રા, સુલલિતા પુંડરીક અને ગુરુશ્રી. વિગેરેની સમક્ષ પોતાના જ્ઞાન બળે નિગદથી માંડીને આજપર્યંતની બધી હકીક્ત જણાવી, તેમાં મહાભદ્રા સાધ્વી તે અત્યારે સુકચ્છવિજયના હરિપુર નગરમાં ભીમરથ રાજાની સુભદ્રા રાણીની પુત્રી છે. આ સંમંતભદ્રાચાર્ય તેના સગા ભાઈ છે. આગળ આવી ગયેલ કંદમુનિનો જીવ તે આ મહાભદ્રા સાથ્વી છે. તેણે અમુક પ્રકારનો દંભ કપટ કરવાથી પુરુષ પણ ત્યાગ કરી સ્ત્રી પણું પ્રાપ્ત કરેલું છે. પાછલા ગુણધારણના ભવમાં તે કંદમુનિએ ગુણધારણને બોધ. પમાડ હતું, તેને જોતાં જ આ અનુસુંદરને તેના તરફ પૂજ્યભાવ પ્રગટ થયે હતે. નાની ઉંમરમાં વિધવા થવાથી તેમના ભાઈ સંમંતભદ્રસૂરિએ ધર્મ બોધ આપી સાધી બનાવ્યા હતાં. તે સાધ્વીએ અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત. કર્યું હતું અને તેની લાયકાત જોઈને બધા સાધ્વી સમુદાયના ઉપરી તરીકે પ્રવતિની–મહત્તરાપદે સ્થાપન કરેલાં છે.
રાજકુમારી સુલલિતા એ રત્નપુર નગરના મગધસેનરાજાની સુમંગલારાણીની પુત્રી છે. સંસારીજીવ ગુણધારણના ભવમાં હતા ત્યારે આ તેની રાણું મદનમંજરી હતી તે. હજી કુંવારી જ છે. તેને બાલ્યાવસ્થાથી જ પુરુષ ઉપર દ્વેષભાવ હતું. આ સાધ્વી મહાભદ્રા ફરતાં ફરતાં રત્નપુરમાં આવ્યા, ત્યાં આ સુલલિતાને મેળાપ થયે હતો. તે સાધ્વીજીને જોઈને પાછલા ભવમાં પોતાના પતિ ગુણધારણની