________________
૩૫૮
સમયથી આજ સુધીને સંબંધ અને ભવ યાદ આવ્યા. તેમના શુભ અધ્યવસાયમાં વધારો થતો ચાલ્યો તેને લઈને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. અવધિજ્ઞાનના જોરથી સંસારી જીવ અનુંસુંદરના પૂર્વના ભવો પણ જાણી લીધા, પછી મહાભદ્રા સાધ્વીજીએ ચકવર્તીને કહ્યું કે રાજન ! યાદ કરે,
જ્યારે તમે ગુણધારણ હતા તે ભાવમાં મારી પાસેથી તેમજ નિર્મળાચાર્ય ગુરુશ્રી પાસેથી ઉંચા પ્રકારનું ધાર્મિક જ્ઞાન તમે મેળવ્યું હતું. તે શું ભૂલી ગયા ? ક્ષમાદિ દશ કન્યાઓ તથા સદગુણવાળી દીક્ષા તમે મેળવી હતી. છેવટે આત્માનાં ભાવ રાજ્ય ઉપર આરૂઢ થયા હતા, તે યાદ કરો ગુરુદેવે તમને બધે ભવ પ્રપંચ સમજાવ્યો હતો, અને કાર્યસાધક કારણે બતાવ્યાં હતાં તે ભૂલી ગયા કે ? ગ્રેવેયક નામની દેવભૂમિનાં તમને સુખ મળ્યાં હતાં તે સદાગમના શરણનેજ પ્રતાપ હતો. હે રાજા મેહ ન પામ! જાગૃત થા! બેધ પામ બેધ પામ!
જાગ્રત થયેલ ચકવર્તી–સાધ્વીજી મહાભદ્રા આ પ્રમાણે છેલ્લા શબ્દો બોલ્યાં કે તરત જ સમ્યગુદર્શનની સાથે સુબોધ મંત્રીએ અનુસુંદરના મનની અંદર પોતાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. મતલબ કે ચારિત્રધર્મના સૈન્યમાંથી તે બને નાયકે સંસારી જીવ અનુસુંદરની પાસે આવવાને નીકળ્યા તો ખરા, પણ રસ્તામાં મહામહાદિના માણસોએ એટલે અધે અંધકાર ફેલાવ્યો હતો કે તેઓ આવતાં મુંઝાવા લાગ્યા. આ વખતે ભગવતિ મહાભદ્રા સાદવજીના વચને રૂપ સૂર્યના