________________
૩૫૭
એ ગુરુદેવનું વચન કહેતાં સાધ્વીજી ચક્રવતીની સામી દૃષ્ટિ કરી તે એટલા માટે કે, મારા શબ્દોની તેના ઉપર કેવી અસર થઈ છે ? આ ચક્રવતીના જીવે ચાગળ અનેક વાર મુનિ— પણું લીધું હતું તે પ્રસંગે અનેકવાર સાધુ સાધ્વીજીના પ્રસંગમાં આવતાં બહુમાન કરવાની ટેવ પડેલી, વિનય કરવાને અભ્યાસ પડેલા તેને લઇને તે તેમના તરફ ઉંડી લાગણીથી વિચાર કરવા લાગ્યા કે આ ભગવતી કાણુ હશે ! એને જોતાં મારાં હૃદયને આલ્હાદ થાય છે. નેત્રો શીતળતા પામે છે, જાણે અમૃતના કુંટમાં મગ્ન થયેા હાઉ' તેમ આખા શરીરે-રમેશમે શાંતિ અને આલ્હાદ પ્રગટે છે. “તરતજ ચક્રવતી એ સાધ્વીજીને નમસ્કાર કર્યાં તેમણે આશિર્વાદ આપતાં જણાવ્યુ કે, હું ઉત્તમ પુરુષ ! માક્ષ પ્રાપ્ત કરાવે તેવું મનુષ્યપણુ' પામીને તમે આડે રસ્તે કાં ઉતરી જાએ છે ? તમારે તેા ઉતમ માર્ગે ચાલવુ જોઇએ તમને વધસ્થાનકે લઈ જવામાં આવે છે. હાં ! તમારા શા હાલ થશે ? ઉંડાણમાં ઉતરી વિચાર કરી જુએ. ભાવથી તમે ગુનેગાર છે. ત્યાં તમને બહુ દુખ આપવામાં આવશે.
.
આતે ખરૂ રાજય કહેવાય કે ! આ વિલાસે, ભેાગે અને વિભૂતિઓ તે સાચી શાંતિ કહેવાય કે ? જેનુ પરિણામ ખરાબ હાય તે સુખ શાનું? જરા વિચાર કરા. આટલુ ખેલતાં અને અનુસુદર ચક્રવર્તીને ધારી ધારીને જોતાં મહાભદ્રા સાધ્વીને વિચાર થઈ આવ્યે તે વિચારના પરિણામે તેમને પાછલા અનેક જન્મોનુ જાતિ સ્મરણ જ્ઞાન થયું. કદમુનિના