________________
૩૫૫
શ્રીસંમત ભદ્રસૂરી પિતાના શિષ્ય પરિવાર સહિત ઉતરેલા હતા. તેમને નગરના લોકો વંદન કરવા આવ્યા હતા. આ વખતે સાધ્વી મહાભદ્રા પ્રવાતની પણ શહેરમાંથી આચાર્ય શ્રીને વંદન કરવા અને ધર્મોપદેશ સાંભળવા આવ્યાં હતાં. તેમની સાથે કુમારી સુલલિતા અને કુમાર પંડરીક પણુ ગુરુશ્રી પાસે આવ્યા હતા. આ બધાં ધર્મોપદેશ શ્રવણ કરતા હતા, તેટલામાં નજીકમાં આવતા ચકવર્તીને સૈન્યના માણસોને મેટ ફેલાહલ થયે. ઘોંઘાટ વધારે થતો જાણીને ગુરુશ્રીના શબ્દો ઓછા સંભળાવાથી, રાજકુમારી સુલલિતાએ મહાભદ્રા સાધ્વીજીને પ્રશ્ન કર્યો કે ભગવતી ! આટલી બધી ગડબડ શાની છે ? પિતાને તે વાતની ખબર ન હોવાથી સાધ્વીજીએ ગુરુ મહારાજના સન્મુખ જોયું, ગુરુશ્રીએ જ્ઞાનથી જાણ્યું કે આ પ્રસંગથી રાજકુમારપુંડરીકને તથા રાજકુમારી સુલલિતાને બંધ થશે. તેથી પોતે જાણતા હતા કે આ ચક્રવતી અહીં આવેલ છે તેના માણસને આ કેલાહલ છે, છતાં પોતે જ્ઞાન દષ્ટિથી અનુસુંદર ચકવતીના અંતરંગ જીવનની અપેક્ષા ધ્યાનમાં લઈને બોલ્યા કે, મહાભદ્ર ! આ મનુષ્યગતિ નગરીમાં સંસારી જીવ એક મેટ ચોર છે. તે આજે ચોરીના માલ સાથે પકડાય છે. દુષ્ટાશય વગેરે સિપાઈઓએ પકડીને કર્મ પરિણામ રાજા આગળ ઊભું કર્યો છે. રાજાએ તેની હકીક્ત સંભાળીને ન્યાય આપવા માટે કાળપરિણતિ, સ્વભાવ વગેરેને પૂછીને તેમની સલાહ પ્રમાણે દેહાંતદંડની સજા કરી ફાંસીએ દેવાને હુકમ કર્યો છે, તેને