________________
વખતે સાધુનો જ હતો છતાં ખરી રીતે તે મિથ્યાદષ્ટિના કબજામાં આવી ગયે હતો.
ગૌરવ, આર્તધ્યાન. કૃષ્ણાદિલેશ્યાવાળાં પરિણામ, અભિમાન આદિની સોબતથી આચાર્ય સિંહગિરિ ચરિત્રમાં શિથિલ થશે. તેનું ભલું ઇચ્છનારા સદાગમ, સદ્ધ , સમ્યગ્રદર્શન, ચારિત્રધર્મરાજ વિગેરે મિત્રો દૂર ચાલ્યા ગયા. દુમિનેને તે વખતે સારો અવકાશ મળે. તેઓ બળવાન થયા. આ વખતના તે સંસારી જીવના અશુભ વર્તનથી. કર્મ પરિણામ રાજા ઘણુ નારાજ થયા અને મહામહના પક્ષમાં જઈ બેઠા. છેવટે પાપોદય સેનાપતિનું જોર વધ્યું.
પુન્યોદય મંદ પડી ગયો. સાધુમાર્ગથી તે ભ્રષ્ટ થયો.. સુખમાં લંપટ થયો. પગલિક રસની આસક્તિમાં માર્ગ ભૂલે. જીવનનાં છેલ્લા ભાગમાં સાધુની ક્રિયાઓ પણ છોડી દીધી. ચેતના પણ મૂઢ જેવી થઈ ગઈ. શરીરે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા. આવી બાહ્ય અને આંતર્વેદનામાં આત્મલક્ષ તે તદ્દન ભૂલાઈ ગયું હતું, એટલે આર્તધ્યાનામાં મરણ પામી એકન્દ્રિયની જાતિમાં વનસ્પતિ પણે ઉત્પન્ન થયે.
ત્યાં જુદી જુદી જાતિમાં અનેક શરીર ધારણ કર્યા, પાછા પશુજાતિમાં આવ્યું. ત્યાંથી વ્યંતરમાં ગયે. ત્યાંથી મનુષ્યમાં, પાછો દેવમાં, પાછા પશુમાં, મનુષ્યમાં,-બાર, દેવલેક છે તે માંહીલા આઠ દેવલોકમાં તે વારા ફરતી ગયેલ