________________
વ્યાખ્યાવાચસ્પતિ અને સૂરચક ચૂડામણિના ઈલકાબ !
ગનિષ્ઠ અને ગીરાજની પદવી ! અણિમાદિ સિદ્ધિઓ ! આ સર્વ મારામાં બીજા બધાં કરતાં અધિક છે. આ અભિમાન ટકાવી રાખવા માટે વિશેષ સિદ્ધિઓ અને પ્રસિદ્ધિ મેળવવાની તે ઈરછા કરવા લાગ્યું. - રસગૌરવ-એટલામાં બીજો રસ ગૌરવ તેની પાસે આવી પહોંચે, તેને લઈને અત્યાર સુધી ખાવા પીવામાં જે આનંદ આવતું ન હતું, તેમ તેવા વિચારો પણ આવતા ન હતા, તેવા વિચારે આવવા લાગ્યા. સ્વાદિષ્ટ પદાર્થો ખાવા એજ જીવનનું સાફલ્ય માનવા લાગે. રસલુપતા વધી, તે ન મળે તે તેની માંગણી કરવા લાગ્યો. મને આજ જોઈએ, તેજ લાવે, તેના વિના નહિ જ ચાલે, સાધુપણને ધર્મ ભૂલી ભીખ માંગવા લાગ્યો.
સાતગૌરવ-ત્યાર પછી ત્રીજા સાતગૌરવે આચાર્યના શરીરમાં પ્રવેશ કર્યો એટલે સુંદર કમળ શય્યાની ઈચ્છા થવા લાગી, તેવું સુવા માટે ન હોય તે ઉંઘજ ન આવે, કમળ અને ભારે શય્યા હોય ત્યારેજ ઉંઘ આવે. સુંદર પિચાં નરમ બેસવાનાં આસને જોઈએ. ઝીણાં રેશમી પહેરવાનાં વસ્ત્રો, જોઈએ. નવીન આહાર, ફળાદિ પદાર્થો ખાવાનું મન થવા લાગ્યું, તે વસ્તુ મળતાં આનંદ થાય એમ સાતા સુખનીલાલુપતા પણ વધી. આ ત્રણે સુભટોએ આચાર્યને કબજામાં લીધે. તેને આધીન થતા ઉગ્ર નવકલ્પી વિહાર કરવાનું માંડી. વાળ્યું. શિથિલતા વધવા લાગી.