________________
શૈલરાજ પુર જેશમાં પ્રગટ થયો, અંતર્ધ્યાન અને પરકાયપ્રવેશવિધા, સિદ્ધની માફક તે જાણતા હોવાથી ઉદર્વ નાડીએ પ્રવેશ કરોને કપાળ તથા ખભા ઉપર તેણે સ્થાન જમાવ્યું. શૈલરાજની પધરામણી થતાં વેંતજ લાકે તરફથી જે બહુ સન્માન થતું હતું તેને લઈને સંસારી જીવ સિંહગિરિસૂરીના મનમાં વિકલ્પો ઉઠવા લાગ્યા. તે વિચાર કરે છે કે અહા ! શું મારૂં તેજ! મારૂં ગૌરવ અને મારી પંડિતતા અલૌકિક જ છે ને ? હું યુગપ્રધાન, સૂરીચક્ર ચુડામણિ, ભૂતકાળમાં મારા જે વિદ્વાન કેઈ આચાર્ય થયે હોય તેમ જાણ્યું નથી. ભાવી કાળમાં થશે કે કેમ તે શંકા છે. વર્તમાન કાળમાં તો કઈ છે જ નહિ. સર્વકળાએ વિદ્યાઓ અને અતિશય બધા મારામાં જ આવી રહ્યા છે. પ્રથમ તો હું રાજા હતા. એટલે ત્યાં જ સર્વમાં શ્રેષ્ઠ તે હતું અને હવે આચાર્ય થશે એટલે સાધુવર્ગમાં શ્રેષ્ઠ છું અહો! મારું કુળ! મારી આત્મલક્ષ્મી ! મારૂં તપ ! મારૂ. જ્ઞાન ! અને મારી અગાધ બુદ્ધિ! ખરેખર મેટાનું તો બધું મોટુંજ આ પ્રમાણે ચિત્ત વિક્ષેપ કરાવી, અહંકારે આત્મભાન ભૂલાવી તેને પ્રમત્તતાની સ્થિતિમાં લાવી મૂકે. જેમ જેમ આ વિકલપની હારે વધવા લાગી તેમ તેમ શિલરાજ હર્ષ પામી ઉછળવા લાગ્યું, અને અનંતાનુબંધીના
સ્થાનમાં થઈને બહાર આવ્યા–અર્થાત્ અભિમાને અંનતાનુ બંધીનું સ્થાન લીધું. જ્યાં અનંત રસ પડે, અનંત કર્મપરમાણું બંધાય તેવા રસવાળે અભિમાન પ્રગટે ત્યાંથી તરતજ સમ્યગદર્શનને પલાયન થવું પડે અને તેને સ્થાને