________________
બનાવી દીધા. પ્રતિકૂળ સંજોગે કરતાં અનુકૂળ: સંગમાં જીવને પતિત થવાના વધારે પ્રસંગે પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું અજીર્ણ અને માદ, સત્કારને મન પ્રથમ પાયદયને પ્રગટ કરે છે. તેને લઈને કર્મ પરિણામ પ્રતિકૂળ થતાં બધી મુશ્કેલીઓ ઉભી થાય છે અને ઉચ્ચ ભૂમિકામાંથી જીવ નીચે પટકાય છે.
લડાઈને એ ખરે શૈલરાજ-મહામહ રાજાએ છુટાછવાયા વિખરાઈ ગયેલા પિતાના પરિવારને એકઠો કર્યો, ધીમે ધીમે બધા સૈનિકે આવી પહોંચ્યા. પાપેદયને સિન્યને મોખરે રાખી વ્યુહ રચના કરતાં વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યું કે મહારાજ ! આ અવસરે કાર્ય સિદ્ધ કરવા જ્ઞાનાવરણ રાજાએ પિતાની સાથે મિથ્યા દર્શનને લઈને સંસારી જીવ સિંહગિરિ પાસે જવું અને પહેલે ઘા તેણેજ કરે સંસારી જીવ અત્યારે પ્રમાદમાં હોવાથી તેને પહેલે ઘા આબાદ રીતે સમ્યગ્રદર્શનને નાશ કરશે. બીજે ઘા જ્ઞાનાવરણ કરે એટલે તે પણ સાધ મંત્રીને મૂર્શિત કરી દેશે. તરતજ તેની પાછળ શૈલરાજે–અભિમાને પિતા ના ગૌરવ નામના ત્રણ સુભટો સાથે જઈને સંસારી જીવને ઘેરી લેવો. તેની પાછળ આતંરાય અને રૌદ્રરાય નામના સુભટોએ જવું, તેની સાથે કૃષ્ણા, નીલા અને કાપતા નામની બળવાન દાસીઓએ જવું, આટલાઓને હાલ ત્યાં કામ કરવા દેવા અને આપણે બધાએ પ્રમત્તતા નદીને કિનારે પડાવ નાખીને રહેવું. સંસારી જીવે તે નદીને આગળ
S