________________
આગ્રાન–આજ વખતે આર્તધ્યાન આવી પહોંચ્યું તેણે તે આવતાં વેંત જ દુષ્ટ વિચારો કરાવવાનું શરૂ કરાવ્યું, સાચા ખોટા ખ્યાલે યાદ કરાવ્યા, નવી નવી કલ્પનાઓ ઉભી કરાવી, કેઈનાં ઉપયોગી કાર્યો તોડી પાડવાના, કેઈને મુશ્કેલીઓમાં ઉતારવાના, અને તેથી આગળ વધીને એટલા હલકા વિચારે કરાવ્યા કે તે સાધુના વેષમાં હતો છતાં રૌદ્રધ્યાનની નજીક જઈ પહોંચ્યા, એટલામાં રૌદ્રધ્યાન પણ આવી પહોંચ્યું, છતાં તે બહુ મંદ હતું તેથી કોઈને જેતે મારી નાખવા કે મારી નખાવવા સુધીના વિચારે કે પ્રવૃત્તિ કરતાં અટકો.
અવસર જોઈને કૃણાદિ ત્રણ દાસીએ આવી પહોંચી. તે જીવના અધ્યવસાયને મલિન કરી મૂકનારી હતી. તેને જોતાંજ તેની પાસે તેજે, પદ્મા અને શુકલા દાસીએ સેવામાં હતી તે નાશી ગઈ એટલે તે ત્રણે જણાએ તેના સ્વામી મહામહાદિના કામમાં મદદ કરવા લાગી. જેમ બને તેમ તેણીએ આચાર્ય સિંહગિરિનું વર્તન ખરાબ કરી, અધમ માર્ગમાં ધકેલી દીધે.
ચારિત્ર ધમદિની નાશભાગ-આ બાજુ અવસર મળતાંજ મહામહાદિકે ચિત્તવૃત્તિ અટવીમાં ચિત્તવિક્ષેપ મંડપ બાંધી દીધા. તૃષ્ણાવેદિકા સજજ કરી તેના ઉપર વિપર્યાસ સિંહાસન ગોઠવી દીધું. તે જોતાંજ ચારિત્રધર્મ અને તેને
બધે પરિવાર પિતાની બાજી સમેટી લઈ નાશભાગ કરતે ચિત્તવૃત્તિમાં છુપાઈ બેઠો. સંસારી જીત સિંહગિરિ વેશ એ