________________
છે મનની શક્તિને પ્રભુના માર્ગ તરફ વાળે છે. સર્વ સંગે આશ્રવના કારણ છે એમ સમજી તેનાથી સાવધાન રહે છે, મનને નિર્મળ કર્યા કરે છે, ચોગ માર્ગને અભ્યાસ કરે છે, પરમાત્માને હૃદયમાં સ્થાપન કરી દરેક કાર્ય તેમની હાજરીમાં થતાં હોય તેમ કરે છે હૃદયમાં પરમાત્માની ધારણ કરી તેમનું ધ્યાન કરે છે, બહારની બાબતે મનમાં વિક્ષેપ ન કરે તે માટે કાળજી રાખે છે, પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ રહેવાય તેવી મનને તાલીમ આપે છેઅભ્યાસ કરાવે છે નિર્વિકલ્પ ધ્યાનમાં ડૂબે છે–લય પામે છે. મન તથા શરીરાદિથી આત્માને જુદો અનુભવે છે. ઉત્કૃષ્ટ સમાધિ સિદ્ધ કરે છે. આત્માને વિશુદ્ધ બનાવી કૃતાર્થ થાય છે. આ દેહમાં રહીને અહીંજ પરમશાંતિ અનુભવે છે. આનું નામ અપ્રમાદ યંત્ર અને તેમ વર્તવું તે તેને વાપરવાની વિધિ છે, મોક્ષનો માર્ગ મહામહાદિથી - નિષ્ક ટક કરવા માટે તે યંત્ર વાપરવાનું છે. જેમ જેમ
આ યંત્રને વધારે ઉપગ કરવામાં આવે છે તેમ તેમ અંતરંગ શત્રુઓ નાશ પામે છે. આ યંત્ર વાપરવાનું કામ કેઈ આગળ કરાવાય નહિ. પિતે જાતે જ તે યંત્ર વાપરવું અને તેને લાભ યંત્ર વાપરનારે લે.
રાજન ! આ પ્રમાણે ટુંકામાં કર્મ પરિણામ મહામહ અને ચારિત્રધર્મ રાજાને સ્વભાવ, શક્તિ, ચિત્તવૃત્તિ, શહેર સ્થાને, પરિવાર, મદદગારે, ચતુરંગ બળ; વિગેરે તમને કહી બતાવ્યું. તે કહેવાનો આશય એ છે કે, તમારી