________________
૩ર૬ વૃત્તિઅટવીને શેધાવીને સાફ કરી નખાવી. શત્રુઓની નાશભાગના પરિણામે ચારિત્રધર્મનો વિજય થશે. શત્રુઓ પ્રસંગ જોઈને નાશી ગયા, તેમાંથી થેડાનો નાશ થયો પણ બાકીના શત થઈને-ઉપશમભાવને પામીને ન દેખી શકાય તેમ છુપાઈ બેઠા.
ચિત્તવૃત્તિ અટવી અત્યારે પ્રગટપણે તે શત્રુ વિનાની થઈ હતી. એટલે ત્યાંજ લગ્ન સમારંભ કરવાનું શરુ કરવામાં આવ્યું. આંતર લગ્ન સમારંભ. આઠ માતૃઓની સ્થાપના
સધ પ્રથમ આઠ માતાનું સ્થાપન તથા પૂજન કરાવી ગુણધારણને તેની શકિત સમજાવી. દરેક દીક્ષા લેનાર ઉમેદવારને પ્રથમ આ આઠ પ્રવચનમાતાનું જ્ઞાન આપવામાં આવે છે.
૧ પ્રથમ માતાનું નામ ઈથ સમિતિ છે. તે દીક્ષા લેનાર ક્ષાંતિઆદિ કન્યાઓ સાથે લગ્ન કરનારનાં જવા આવવાથી– હાલતાં ચાલતાં કેઈ પણ જીવજંતુ પગતળે દબાઈને પીડા ન પામે છે, મરી ન જાય તે માટે, સાડાત્રણ હાથ લંબાય તેટલી જમીન ઉપર દષ્ટિ સ્થાપી આડુંઅવળું ન જોતાં-કઈ તરફ ખેંચાણ ન થાય તેવી રીતે ચાલવાનું જીવને શીખવે છે આ માતા જીવને જવા આવવાથી થતા દેથી રક્ષણ કરે છે. ૧ ૨ બીજી માતા ભાષાસમિતિ છે તે બુદ્ધિથી સત્ય અને પવિત્ર વચન બોલવાનું, સ્વપરને હિતકારી, પ્રિય સત્ય