________________
૩૨૫
મારૂં બળ બતાવો. સાધે ક ખુશીથી તમારું બળ બતાવવા તૈયાર છું. પણ તેને અધિકાર કર્મ પરિણામ રાજાને છે. આ વખત કર્મ પરિણામ પરિણામને પલટ ત્યાં હાજર જ હેવાથી તેમણે તેમની વાતચિત સાંભળી જવાબ આપે કે સબધ ! તમે મારા હુકમથી તેનું બળ બતાવે તમે બતાવશે તો તે પરમાર્થથી મેં જ બતાવ્યું છે એમ માનવાનું છે.
જીવનું બળ–સધ જેવી આપની આજ્ઞા. એમ કહીને ગુણધારણને ચિત્તસમાધાન મંડપમાં પ્રવેશ કરાવ્યું. ચિત્તનું સમાધાન થતાં તેની અંદર રહેલા ચારિત્રધર્મ અને તેનું બધું લશ્કર તેના જેવામાં આવ્યું. સદૂધે દરેકની વિગત વાર માહિતી આપી ઓળખાણ કરાવી તે દરેક સૈનિકે પિતાના માલિક ગુણધારણ સંસારી જીવને મસ્તક નમાવી નમન કર્યું, તેણે પણ તેનું સન્માન કર્યું. તે બઘાં પોતાની સેનાનાં જ માણસો હતાં તે વાત ગુણધારણને બરોબર સમજાણી, એટલે તરત ચતુરંગ સેનને તૈયાર કરી શત્રુને મારી હઠાવવા પ્રયાણ કર્યું. આ બધી તૈયારીઓ અને ગુણધારણનું બળ દેખીને, ભયભીત થઈને મહામહાદિ શત્રુઓ પાપોદય સેનાપતિને આગળ કરીને નાશવાજ લાગ્યા. તેઓને એટલી બધી બીક લાગી હતી કે જે ત્યાં ઉભા રહીશું તે જરૂર માર્યા જશું. - દુશ્મને નાશી ગયા જાણીને ચારિત્રધર્મરાજની સેનાના માણસોએ તેઓને રહેવાના સ્થાને ભાંગી નાખ્યાં, ચિત્ત