________________
૩૩૩
સેવા કરવી. ધર્મશાસ્ત્રોના રહસ્યના પારગામી થવું, શાસ્ત્રના ઉંડા રહસ્યને વિચાર કરે, તે વડે મનને દઢ બનાવવું, મનશુદ્ધિ માટે કિયા કરવી, આત્મભાન જાગૃત રહે. તે માટે પુરૂષોનો સમાગમ કરે, અસત્સંગ તેમાં વિદનરૂપે છે માટે તેનો ત્યાગ કરવો, રાગદ્વેષ દૂર કરવા. બધા જીવોને પિતા સમાન ગણવા, પિતાની માફક સર્વ છે સુખના ઈછક છે માટે તેનું રક્ષણ કરવું, તેમને જોઈતી શક્તિ અનુસાર મદદ આપવી, વચન ઉપર કાબુ મેળવો, તે માટે પ્રિય, પથ્ય, સત્ય અને મિત-થોડું બેલવાની ટેવ પાડવી, બાહ્ય ધન એ મનુષ્યના પ્રાણ જેવું છે, જેના જવાથી જીવ દેહને પણ ત્યાગ કરે છે તેવા કારણોમાં નિમિત્ત કારણ ન થવાય તે માટે કેઈનું કાંઈ પણ તેની ઈચ્છા સિવાય ન લેવું, સ્ત્રીઓનું સ્મરણ, સંકલ્પન, પ્રાર્થના નિરીક્ષણ અને તેઓ સાથેનું ભાષણ રાગના કારણરૂપ થતું હોવાથી આ માર્ગમાં વજવું. બાહ્ય અને અત્યંતર સંગને–ધનને–વાસનાને ત્યાગ કર, સંયમને ઉપકારી જીવન જીવવું, નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, સ્થાન, પાત્રાદિ લઈ ધર્મમાગમાં મદદગાર શરીરનું રક્ષણ કરવું. પ્રતિબંધ ન થાય તે માટે નવકલ્પી અપ્રતિબદ્ધ વિહારે વિચરવું નિદ્રા, તંદ્રા આલસ્ય, વિષાદ અને પ્રમાદને અવકાશ ન આપો. મૃદુસ્પર્શવાળી વસ્તુમાં, સ્વાદિષ્ટ રસમાં, સુગંધી પદાર્થોમાં, સુંદરરૂપમાં અને મધુરશબ્દોમાં આસક્ત ન થવું, કર્કશશબ્દથી, દુાંછનીય રૂપથી અમને જ્ઞ સ્વાદથી, ખરાબ ગંધથી અને કઠેર સ્પર્શથી