________________
અધ્યવસાયદ્રિહ આ ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરી આગળ વધતાં શરૂઆતમાંજ અધ્યવસાય નામનો મોટો દ્રહ આવે છે, તેમાં થઈને જ રસ્તે ચાલે છે. મહામેહના માણસે આ કહને ડેળીને મલિન કરી નાખે છે, કેમ કે તેથી જ તેના સૈન્યને પિષણ મળે છે, અને ચારિત્રધર્મના માણસને પીડા થાય છે. આ અધ્યવસાય દ્રહ જ્યારે શાંત અને સ્વસ્થ હોય છે ત્યારે ચારિત્રધર્મના સૈન્યને સ્વભાવથી જ વૃદ્ધિ અને પિષણ મળે છે, તથા મહામે હાદિના બળને દુર્બળ બનાવે છે. આ જ કારણથી ચારિત્રધર્મ તેને નિર્મળ રાખવા પ્રયત્ન કરે છે ત્યારે મહામહ તેને મલિન કરવા પ્રયત્ન કરે છે.
અધ્યવસાય શુદ્ધકરનાર દેવીઓ-મુનિગંગાસિંહ તમારે તો આ અધ્યવસાય રૂપ મહાદહને નિર્મળ બનાવવા માટે મૈત્રી, પ્રદ, કરુણા, મધ્યસ્થતા નામની ચારે દેવીઓને કામે લગાડી દેવી. “સર્વ જી ઉપર મિત્રતા ધારણ કરવી તેથી અભિમાન જઈ સમતા આવશે. ગુણવાન તથા સુખી જીવી ઉપર ગુણાનુરાગ રાખવે તેથી ઈર્ષા જઈ પ્રેમ વધશે. દુઃખી જીવો ઉપર કરુણ લાવવી તેથી દ્વેષ ઓછો થઈ દયાની લાગણી વધશે. પાપી જીવો ઉપર મધ્યસ્થતા લાવવી, તેથી ક્રોધ ઓછો થઈ નવીન કર્મબંધાતાં અટકશે. આ પ્રમાણે આ ચાર ભાવનાએ જીવના અધ્યવસાયને નિર્મળ બનાવે છે.” આ દેવીઓ અધ્યવસાયરૂપ કહને નિર્મળ કરવામાં બહુજ પ્રવીણ છે, આ. વિ. ૨૨
:
*
**,