________________
કરવા ધારશે તેને યથાર્થ બોધ થશે, તે તમને પ્રત્યક્ષ દેખાશે. પછી તો જ્યારે તમને જરૂર પડે ત્યારે જે કરવાનું હશે તે તમને તેનાથી જણાઈ આવશે, તે તમને બતાવી આપશે. વધારે શું કહેવું?
આ નિવૃત્તિ નગરમાં દાખલ થતાંજ નિરંતર આનંદ. રૂપ અંતરંગ રાજ્યના ભક્તારૂપે થઈ રહેશે. બાધા પીડા વિના નિર્ભય આનંદરૂપ થશે. મુનિગંગાસિંહ! મારાં વચને સ્મરણમાં રાખી પ્રભુના માર્ગમાં તમે આગળ વધે. ગુરુશ્રીને આ ઉપદેશ સાંભળ્યા પછી મુનિ ગંગાસિંહે તેમના ચરણમાં મસ્તક નમાવી આનંદના અશ્ર સારતાં ગગ કંઠે તેમની આજ્ઞા મસ્તકપર ચઢાવી, એકાંતમાં જઈ અભ્યાસમાં કેટલેક અંશે સફળ થયે ત્યાં આયુષ્ય કર્મ પુરૂં થયું. અંતે સંલેખનના પૂર્વક અણસણ કરી સમાધિ ભાવે દેહત્યાગ કરી બીજી રૈવેયકમાં આગળ કરતાં અધિક સુખ અને શક્તિવાન દેવ થયે.
પ્રકરણ ઓગણીસમું જ્ઞાનનું અજીર્ણ
બીજી શૈવેયકથી પાછે મનુષ્ય જન્મમાં આવે, પાછો સાધુ થઈ ત્રીજી ગ્રવયકે ગયે. એમ સંસારી જીવે પાંચ રૈવેયક સુધી અનુક્રમે સાતા સુખને અનુભવ કર્યો.