________________
૩૩૬
ન્યસંબંધી ગ્રામાદિ આવેલાં છે, એ બધાના આધારભૂત ચિત્તવૃત્તિ મહાટવી છે. તેના છેડે પશ્ચિમ દિશાના ભાગમાં નિવૃત્તિ નામની નગરી છે તે નગરી આ અટવીને ઓળંગી ગયા પછી આવે છે. આ બધી ધમાલ ચિત્તવૃત્તિ એળે ગવા સુધી છે. મોક્ષ નગરી તે મનની વૃત્તિઓની પેલી પાર છે. તે નિવૃત્તિ નગરમાં પહોંચતાં આત્મરાજ્યનું સંપૂર્ણ ફળ ત્યાં પ્રાપ્ત થાય છે. - ચિત્તવૃત્તિના વચમાં ઉદાસીનતાને માર્ગ
મુનિ ગંગાસિંહ! તમે ત્યાં જવા માટે જ અહીંથી પ્રસ્થાન કરજે. રસ્તામાં ઘણી શક્તિઓ-સિદ્ધિઓ તમને ફસાવવાને આવશે, પણ ધ્યાનમાં રાખજો કે તે પણ મહામહિના માણસેની એક પ્રકારની ભૂલભૂલામણ છે–પ્રપંચજાળ છે. માટે તેવા કેઈ પણ સ્થળે પ્રતિબંધ ન કરતાં અખંડ પ્રયાણે આગળ વધજો.
નિવૃત્તિને મા ચિત્તવૃત્તિ અટવીના મધ્ય ભાગમાં થઈને જાય છે તે અત્યંત સિધે છે. રસ્તામાં મહામહાદિના સૈન્યને સ્પર્શ પણ ન થાય તેની સાવચેતી રાખજે. તે માર્ગનું નામ ઉદાસીનતા છે. આ માર્ગે થઈને નિવૃત્તિ નગરીમાં જવાય છે. ચારિત્રધર્મના સિન્યને આ માર્ગ ઘણો હાલે છે. તેનાં કઈ કઈ માણસે ત્યાં રસ્તામાં ફરતાં તમને મળશે. કેટલાક મુસાફરે નિવૃત્તિ તરફ પ્રયાણ કરનારાં હોય છે તેને પણ ભેટો રસ્તામાં થઈ આવે છે, પણ તે તે સહાયક છે, તેથી ગભરાવું નહિ.