________________
૩૩૫
ચિત્તવૃત્તિમાં આવતાં હોય તેને અટકા, અટકાવે એટલું -જ નહિ પણ જ્યાં દેખે ત્યાં તેને મારો. એ મહામે હની જાત માયાવી છે; અનેક રૂપ તેઓ ધારણ કરે છે, અને કેટલીક વખત તો ધર્મને બહાને પણ જીવનું ભાનભૂલાવીને ફસાવે છે, માટે સૂક્ષ્મદષ્ટિ કરીને જ્યાં હોય ત્યાંથી તેને શોધી કહાઢવા. તેઓ ઘણી વખત મનમાં પ્રગટ થાય છે માટે મનની વૃત્તિઓ તરફ એકાગ્રતાથી જોયા કરવું અને તેમાં મહામે હાદિ દેખાવ આપે કે તરતજ ઉપેક્ષા કરી દેવી, એટલે તે વિખરાઈ જશે. જે જે વાપરે તે તેને દષ્ટારૂપે જોયા કરવું એટલે તે ખલાસ થઈ જશે. તે સ્થિતિમાં દષ્ટા તરીકે ન રહી શકાય તો શસ્ત્રની સામે શસ્ત્ર ફેંકવા રૂપ તે વિચારના વિરોધી વિચારને મનમાં ઉત્પન્ન કરીને તેને તોડી નાખવા, એટલે ચિત્તવૃત્તિ શુદ્ધ-ચેખી થશે.
ચિત્તવૃત્તિમાં પૂર્વ દ્વારે પ્રવેશ—ચિત્તવૃત્તિ એ આત્મિક રાજ્યની ભૂમિ છે તેને સ્થિર કરવી. ચારિત્રધર્મનું સૈન્ય પિતા પાસે વધારવું. મિત્રી, પ્રમેહ, કરુણું અને માધ્યસ્થતા આ ચારે દેવીઓને રાજ્ય પ્રવેશના કામમાં
સહાયક તરીકે લેવી. આ બધી સામગ્રી સાથે પૂર્વના દ્વારે તે રાજ્યમાં પ્રવેશ કરે.
ત્યાં ડાબી દિશાના ભાગ તરફ મહાહના સૈન્યના આધારભૂત ગ્રામ, નગર, આકર, પર્વત અને નદીઓ આદિ રહેલાં છે.
જમણ દિશા તરફના ભાગ તરફ ચારિત્રધર્મનાં