________________
૩યા
તપગનું ખુબ આરાધન કર્યું. પ્રમત્તતાનદી સુકાવી નાખી ચિત્તવૃત્તિને ચેખી કરી, આ પ્રમાણે સંયમયેગ સાધતાં ગુરુશ્રીની સેવામાં ઘણો કાળ વ્યતીત કર્યો. છેવટે અણુસણ કરી આ દેહનો ત્યાગ કરી વિબુધાલય વિભાગના પ્રથમ પ્રેવેયક નામની કપાતીત ભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયું. ત્યાં બાધા પીડા રહિત સુખસાગરમાં શાંતિમય જીવન ગુજારતાં સુખામૃતને ખુબ અનુભવ કર્યો.
પ્રકરણ અઢારમું.
એગમાર્ગ. તેવીશ સાગરોપમ જેટલા લાંબા દેવઆયુષ્યને અનુભવ કરી સંસારીજીવ ત્યાંથી નીકળી સિંહપુર નગરમાં ક્ષત્રિય મહેન્દ્રસિંહની વીણું નામની પત્નીના ઉદરથી ગંગાસિંહ નામે પુત્ર પણે ઉત્પન્ન થયે. કુમાર ગંગાસિંહ ઘણે પરાક્રમી અને ઉદાર દીલ હતા, આજુબાજુના પ્રદેશમાં તેની સારી ખ્યાતિ હતી. પૂર્વજન્મના ધાર્મિક સંસ્કારને લીધે યુવાવસ્થામાં અમુક નિમિત્ત મળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન–પાછલા જન્મનું જ્ઞાન થઈ આવ્યું. આત્માના આનંદની આગળ ગયા જન્મના દેવભવનો આનંદ તેને તુચ્છ લાગે, તે પછી અત્યારને વૈભવ તેની નજરમાં કયાંથી જ આવે? વૈરાગ્યથી વાસિત થયેલા તેના આત્માને