________________
૩૨૩
- વિચારોની ડામાડેડી-ગુણધારણ વિચાર કરે છે કે ગુરુશ્રીએ મને જણાવ્યું છે કે “જ્યારે આ ક્ષમાદિ કન્યાઓ સાથે તારાં લગ્ન થશે. ત્યારે જ તને દીક્ષા આપીશું. મતલબ (કે ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, દયા, સત્ય બ્રહ્મચર્ય અચૌર્ય, એ વિગેરે ગુણે મારે અનુભવસિદ્ધ કરવા જોઈએ. તેમાં થતાં સર્વસ્વત્યાગ–નિરીડતાવાળી દીક્ષા મને મળશે. પણ અરે આ દીક્ષા તે બહુ દુષ્કર છે ! બે હાથે સમુદ્ર તરવા જેવી છે. સાધુઓની ક્રિયા મરણ પર્યત પાળવાની છે. કાળે અકાળે ટાઢું ઉનું જે મળે તે ખાવું પડે. આ મારું શરીર તો લાલન પાલનમાં ઉછરેલું છે, શરીરમાં રેગ પણ થાય તેને લઈ સંતાપ વધે, એ બધું સહન તે કરવાનું જ ને? વળી મારી પ્રેમાળુ રાણી મદનમંજરી કોમળ છે. તેનું હૃદય પોચું છે, તે વિચગ કેમ સહન કરશે? મારે પણ તેની સાથે સદાનો વિગ તો રહેવાને જ ને? તે ફલેશ કરશે, દુખી થશે અને હું પણ સાથે દુઃખી થઈશ. આવા આવા મનમાં કાલે ઉઠવા લાગ્યા. આ વિકલ્પોને લઈને ગુણધારણના પરિણામ પલટાવા લાગ્યા. તે પાછો હઠ, છેવટે વિચાર કર્યો કે પેલી ક્ષમાદિ કન્યાઓને પરણવાનો વિચાર હાલ બંધ રાખું. હમણાં યુવાનીનો વખત છે. પુદયથી મળેલા આ વૈભવને ઉપભોગ કરું અને છેવટે તે કન્યાઓ સાથે લગ્ન કરી લઈશ.” - આદધની શિક્ષા——આ પ્રમાણે વિચારોના ગોટાળા તેની મનોવૃત્તિમાં વળતા હતા, સધ મંત્રી પાસે