________________
૩૦૬
દુઃખને વિચાર કરે. ૪ પરધન હરણ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે તેને ભય સન્મુખ રાખવો. પ . .
આ સદ્ગુણે ખીલવવાથી અનુરાગવાળી આ કન્યા સ્વયંવરા તરીકે આવે છે.
રાજકુમારી મુકતતા કન્યા. ૭.
આ કન્યા સાથે લગ્ન કરવાના ઉમેદવારે વિવેકને– કર્તવ્યાકર્તવ્યના ભાનને રેમેરામમાં એકરસ કરી દેવે ૧ બાહ્ય અને અત્યંતર ગ્રંથિથી–બાહ્ય ગ્રંથિ, ધન ધાન્યાદિ, અત્યંતર ગ્રંથિ રાગદ્વેષાદિ આ બને ગ્રંથિથી–આત્માને ભિન્ન જોયા કરે. ૨. ધનાદિની તૃષ્ણને શાંત કરવી. ૩ અંતઃકરણ બાહ્ય કે અત્યંતર કઈ પણ પદાર્થ સાથે એકરસ -આસક્ત ન થાય તેમ ધારી રાખવું ૪. કાદવ અને જળથી જેમ કમળ લેપતું નથી, તેમ દરેક પદાર્થથી મનને નિર્લેપ રાખવું. અર્થ અને કામથી નિર્લેપ આત્મભાવ પ્રગટ કરવો. ૫
રાજકુમારી બ્રહ્મરતિ કન્યા. ૮
બ્રહ્મરતિ સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળા છાએ, દેવ, મનુષ્ય અને તિર્યંચની બધી સ્ત્રીઓને માતા સમાન ગણવી. ૧ જે સ્થાનમાં તેવી સ્ત્રીઓ રહેતી હોય ત્યાં રહેવું નહિ. ૨. તેઓના સંબંધી રોગવાળી વાતે કે વર્ણન ન કરવાં. ૩ તેઓ જ્યાં બેઠાં હોય ત્યાં તે સ્થાને બે ઘડી પહેલાં ન બેસવું. ૪ તેઓની ઇન્દ્રિએ–શરીરના અવય નિહાળીને જોવા નહિ. ૫ સ્ત્રી પુરુષો જ્યાં રતિ કીડા કરતા