________________
૩૧૫ મહામહાદિ મારા સંબંધીઓ મારાથી નારાજ થઈ તદ્દન જુદા પડી જશે, તે પ્રસંગ ઉભું થાય તે મારા હિતમાં નુકશાન કર્તા છે. ચારિત્રધર્મનું સૈન્ય મને અત્યારે હાલું છે, કેમકે સંસારી જીવ સદ્ગુણી થયે છે પણ એ સંસારીજીવ ધડા વગરનો છે. કદાચ એ સદ્ગુણોનો ત્યાગ કરી. દેષવાન થશે તે મારે તો આગળની માફક મારા સંબંધીઓ મહામહાદિ ઉપરજ આધાર રાખવો પડવાનો! માટે અત્યારે ચારિત્રધર્મને ગુપ્તપણે મદદ આપવી એ ઠીક. છે, જેથી ભવિષ્યમાં મને મુશ્કેલી ન નડે.
ચારિત્રધર્મનું લશ્કર બળવાન છે અને તે સંસારી જીવને મદદ કરનાર છે એટલે વિજય તે અત્યારે તેને જ છે. આ પ્રમાણે વિચાર કરતા કર્મ પરિણામની નજર છે. રાજન! તમારા ઉપર પડી એટલે તમે તરત જ મારી બતાવેલી ઉત્તમ ભાવનાઓને ઉપયોગ કરવાનું વિચારવાનું શરૂ કર્યું. કર્મ પરિણામે ભાવનાનું જોર વધારી મૂકયું. જેમ જેમ તમે ભાવનારૂઢ વધારે થતા ગયા તેમ તેમ સબંધની સાથે આવેલ ચારિત્રધર્મનું સૈન્ય બળવાન, બનતું ગયું. “આનું નામજ કર્મ પરિણામે કરેલી ગુપ્ત મદદ. કેમકે ભાવના મનની અંદર ચાલે છે, તેની બીજાને ખબર પડતી નથી અને જ્ઞાનાવરણાદિ મહામહના સૈન્યને . નાશ થાય છે. ભાવનાની અચિંત્ય શક્તિ છે, મહાન શક્તિવાળી ભાવના જેમ જેમ વૃદ્ધિ પામવા લાગી તેમ તેમ મહામે હાદિ નિર્બળ બનતા ગયા–મહાદિને લગતી