________________
૩૨૦
કાળ પરિણતિને સાથે લઈ પિતાના પરિવાર સાથે કન્યાઓના. વિવાહ માટે, કર્મ પરિણામ રાજાએ ગુણધારણને તેની ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરાવ્ય. શુભ પરિણામાદિને ત્યાં બોલાવ્યા. તે સર્વે સાત્વિકમાનસપુરમાં આવેલો વિવેક પર્વતના અપ્રમત્ત શિખર ઉપર રહેલા જૈનસપુરમાં આવ્યા અને લગ્ન માટે ત્યાં બધી તૈયારીઓ કરી.
મહાહના સૈન્યમાં ઉતપાત–આ બાજુ ગુણધારણનાં આંતરિક લગ્નની તૈયારી થાય છે, તેવી હકીકત પિતાના ચરપુરૂષ દ્વારા જાણીને મહામહે પિતાના બધા પરિવારની એક મોટી સભા પ્રમત્તતા નદીના ખુલ્લા મેદાનમાં બેલાવી. આજની સભામાં બધા સુભટ તથા બાઈઓની હાજરી પ્રથમની સભાઓ કરતાં મોટા પ્રમાણમાં હતી. સભાના પ્રમુખનું સ્થાન મહામહે પતે જ સ્વીકાર્યું. તેની આજ્ઞાથી વિષયાભિલાષ મંત્રીએ ઉભા થઈને સભા બેલાવવાનું કારણ બતાવતાં જણાવ્યું કે, મારા દેવ ! અને સર્વ સભાસદે ! આપણા ગુપ્તચરે જ ખબર મને આપ્યા છે તે પ્રમાણે જે પેલે સંસારીજીવ ગુણધારણ ક્ષાંતિ આદિ. કન્યાઓ સાથે લગ્ન કરશે તો આપણે બધા જીવતા જ મરી ગયા સમજજે. વખત ગંભીર આવી પહોંચ્યું છે.. જે વખત જાય છે તેમાં આપણું મરણનું નગારૂં વાગી રહેલું સંભળાય છે, માટે ગફલતમાં ન રહેતાં પ્રબળ પુરૂષાર્થ કરવો જોઈએ. હિંમત ન હારતાં સંસારી જીવ ઉપર આપણે બધાએ એકી સાથે હલે કરવો જોઈએ.