________________
૩૧૯ રાખીને તેનું તમારે નિત્ય પિષણ કરવું તમારા પરિણામને વધારે નિર્મળ કરવા. - “આ ત્રણે લેશ્યરૂપ બાઈ એ આત્માના ઉત્તરોત્તર ઉજ્વલ અધ્યવસાય રૂપ છે. તે અધ્યવસાય જેમ વધારે ઉજવળ તેમ ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ સુગમ થાય છે. એ બને ધ્યાન આગળ વધતા જીવની ભૂમિકા રૂપ છે. શુકલ લેસ્થાની પરમ ઉજ્વળ દશામાં શુકલધ્યાન હેય છે. તેથી કેવળજ્ઞાનરૂપ આત્માને પરમ વિશુદ્ધ સ્વભાવ પ્રગટે છે, માટે સદ્ધ મંત્રી, ગુણધારણને આ લેસ્થાને અધ્યવસાયને શુદ્ધ રાખવા–પોષવા માટે ભલામણ કરે છે. "
ગુણધારણું પણ સાધના કહેવા પ્રમાણે વખત મળતાં ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરી વિદ્યા સાથે આનંદ કરવા લાગ્યા. સધ સાથે વિચારણા કરવા અને સદાગમ, ગૃહીધર્મ, સમ્યગ્ગદર્શન તથા સગુણરક્તતાને સન્માન આપવા લાગે. આવી પ્રવૃત્તિમાં પાંચ મહિના જતાં તેના ગુણથી કર્મપરિણામ રાજા ઘણા અનુકૂળ થયા. ગુણધારણ ઉપર પ્રેમ રાખવા સાથે તેની ચિંતા પણ કરવા લાગ્યા.
એક વખત કર્મ પરિણામ પિતે ચિત્તસૌંદર્ય, શુભ્ર માનસ, વિશદ માનસ અને શુભચિત્તપુરમાં જઈને ત્યાંના રાજા શુભ પરિણામ, શુભાભિસંધિ, શુદ્ધાભિસંધિ તથા સદાશયને મળીને, તેમની કન્યાઓ ગુણધારણને તેઓ આપે તેમ અનુકૂળ બનાવ્યા. પુદય સેનાપતિને આગળ કરી