________________
૩૧૭
કેવલી–રાજન ! યુદ્ધમાં પરાજય પામી તમારી પાસેથી નાશી છુટેલા તે જ્ઞાનાવરણદિ એકાંતમાં–સત્તામાં દિવસે પસાર કરતા વખતની રાહ જુવે છે. મતલબ કે અંદરથી જેટલા બહાર આવ્યા તેટલા તો નાશ પામ્યા છે. પણ જેઓ અંદર સત્તામાં શાંત પડ્યા હતા તેઓ ચિત્તવૃત્તિ અટવીમાં છુપાઈ રહ્યા છે. હજી તેઓના મનમાં દ્વેષ ઘણે છે. વેર લેવા માટે સારા વખતની રાહ જુવે છે. વખત મળી આવતાં એટલે સબંધ, વિદ્યા આદિ તમારાથી દૂર થતાંજ તમારી ચિત્તવૃત્તિ અટવીમાં પાછી લડાઈ જગાડશે. માટે હે રાજન ! તમને ફરી ફરીને ભલામણ કરવામાં આવે છે કે સાધના કહેવા પ્રમાણે તમારે ચાલવું અને ધર્મરાજના દરેક સૈનિકની મદદ લઈને તે પાપદયાદિ દરેકને શેધી શેધીને નાશ કરે.
ગુણધારણે હાથ જોડી મસ્તક નમાવી, “જેવી પ્રભુની આજ્ઞા” એમ કહી તેમનું વચન મસ્તકે ચડાવ્યું. ત્યારબાદ માસક૯૫ પુરો થયે હોવાથી ગુરુશ્રી ત્યાંથી સાધુ સમુદાય સાથે બીજે વિહાર કરી ગયા.
પ્રકરણ સત્તરમું
અપ્રમતશિખર ઉપર શેષકન્યાનાં લગ્ન.
ગુરુશ્રીને જવા પછી, વિદ્યા સાથે પરિચય વધે, વિદ્યાની વિદ્વતાને અનુભવ લેવા સાથે ગુશ્રીના ઉપદેશા