________________
૨૯૭
ચિત્તવૃત્તિને તમારે ઉજ્જવળ બનાવવી, મહામેાહના સૈન્યને આળખીને જ્યાં દેખેા ત્યાં તેને નાશ કરવા પ્રયત્ન કરવેા, અને ચારિત્રધર્મના સૈન્યને પેાષણ આપવુ.
આ પ્રમાણે ગુરુશ્રીએ કહેલી હકીકત સાંમળી રાજા ગુણધારણના આનંદના પાર ન રહ્યો. રાણી મદનમંજરી અને મિત્ર કુલ'ધર પણ આ બધું એક ચિત્તથી સાંભળ્યા કરતા હતા. તેમના આ જીવનમાં આવા આધ પ્રથમજ હતા. આ જ્ઞાનથી તેમનાં આંતર નેત્રો ખુલવા માંડ્યાં. પેાતાના ઉપકારી અને અપકારીને તેએ એળખી શક્યા. પેાતાનુ' કર્ત્તવ્ય તેએ બધા સમજ્યા. ખરેખર તત્ત્વજ્ઞાની આત્મભાનમાં જાગૃત થયેલા અનુભવીગુરુ વિના આ મેધ આ જ્ઞાન નજ મળી શકે.
રાજા ગુણધારણને તે નિત્ય નવા નવા જ્ઞાન અને અનુભવ સાંભળવાનેા રસ વધવા લાગ્યા. ગુરુ પાસે જ્ઞાન સાંભળી, પેાતાના મુકામે આવીને ફ્રી પાછા એકઠા મળી તે ખેાધને ફરી યાદ કરતા હતા, તેના ઉપર વિચારા, ત વિતર્યાં કરતા અને જે જે વાતને ખુલાસેા પેાતાથી થતા નહતા તે શકાઓનું સમાધાન પાછા ગુરુશ્રી પાસે આવીને કરતા હતા.