________________
૩૦૧ કન્યાઓ કેવી સદગુણી હશે તે સમજી શકાય તેમ છે.. જેમ કે, - ચિત્તની સુંદરતા, પરિણામની શુભતા, તેની નિષ્પકંપતા એટલે દઢતા અને સુંદરતા આમાંથી ક્ષમા અને દયા પ્રગટે છે.
મનની ઉજવળતા, શુભતા એજ નિશાન, તેની શ્રેષ્ઠતા અને શ્રેષ્ઠતમતા, તેમાંથી મૃદુતા–નિરભિમાનતા અને સત્યતા પ્રગટે છે. ૪
મનની નિર્મળતા, શુદ્ધતાનું લક્ષ, શુદ્ધતા અને પાપ કરવાની ભીરતામાંથી સરલતા-નિષ્કપટતા અને અચોર્યતા પ્રગટે છે.
ચિત્તની શુભ્રતા–વેતતા, પવિત્ર આશય અને ઉત્તમ તામાંથી, બ્રહ્માશ્ચર્ય અને સર્વસ્વત્યાગ પ્રગટે છે.
સમ્યગદર્શનની શક્તિમાંથી આત્મવિદ્યા પ્રગટે છે.
ચારિત્રધર્મ–પવિત્ર વર્તન અને વિરતિ–અશુભ વર્તનના ત્યાગમાંથી, સર્વ ઈચ્છાનો ત્યાગ–અનિછા ભાવ પ્રગટે છે.
આવી પવિત્ર કન્યાએ તેને લાયક ગુણવાળાને જ વરે છે, માટે હે રાજન ! આ કન્યા પરણવા માટે અભ્યાસ કરીને ચગ્યતા મેળવવી જોઈએ. એગ્યતા પ્રાપ્ત થયા પછી. કન્યાઓ મેળવવામાં જરા પણ વિલંબ થવાનું નથી.