________________
ગુણધારણ–પ્રભુ ! મારી ઈચ્છાને આ એક મદનમંજરી રાણી કે જેને હું પરણે છું તેનો પણ ત્યાગ. કરી આપની સેવામાં રહેવાની છે. તે આ નવી કન્યાઓ, પરણવાની ખટપટમાં પાછે કેમ પડું?
નિર્મળાચાર્ય–ભાઈ આ દશ કન્યા પરણવી જ પડશે. તે પરણીશ તેજ તમને દીક્ષા આપી અમે રાખીશું. દીક્ષાને અને આ કન્યાને વિરોધ નથી. આ કન્યા વિના દીક્ષાજ નકામી છે. તેના વિનાની દીક્ષાનું પરિણામ શુન્ય જેવું છે, તેના વિના આગળ વધાયજ નહિં અને તાત્વિક સુખને અનુભવ પણ નજ થાય.
ગુણધારણ આ હકીક્તથી જરા ગુંચવાડામાં પડ એટલે કંદમુનિએ ગુરુશ્રીને નમન કરી જણાવ્યું. પ્રભુ ! જે કન્યાઓ ગુણધારણને પરણવા આપ કહો છે, તેનાં નામ, તે કેની કન્યાઓ છે, હાલ કયાં છે વિગેરે જણાવવા કૃપા કરશે?
ગુરુશ્રી કહે છે હા. તે સંબંધી હકીક્ત હું કહું છું તમે બધા એક ચિત્ત થઈને સાંભળે.
દશ કન્યાઓની ઉત્પત્તિ. ચિત્તસૌદર્ય નગરનાં શુભ પરિણામ રાજાને નિષ્પક પિતા અને ચારૂતા નામની બે રાણીઓ છે. તેનાથી ક્ષાંતિ અને દયા નામની બે કન્યાઓ અનુક્રમે ઉત્પન્ન થયેલી છે. ૨