________________
૯૮ પ્રકરણ સોળમું.
જ્ઞાનાવરણને પરાજ્ય
દશ કન્યાઓ, વિદ્યાદેવી સાથે લગ્ન-શ્રવણ કરેલા બોધનું મન કરતાં ગુણધારણ રાજાને વિચાર આવ્યું કે ગુરુશ્રીએ મને આગળ કહ્યું હતું કે, તને પુદયે અત્યારે સુખને લેશ. થોડું સુખ આપ્યું છે. જે મારી પાસેનું સુખ થોડું કહેવાતું હોય તો પછી સંપૂણ સુખ તે કેવા પ્રકારનું હશે? માટે આ વાતને ખુલાસો મારે ગુરુશ્રી પાસેથી મેળવે આ નિર્ણય કરી રાજા ગુણધારણ ગુરુશ્રીની પાસે આવ્યા. અને વંદન નમન કરીને વિનયપૂર્વક હાથ જોડીને બેલ્યો કે,
પ્રભુ! અત્યારે મને જે સુખ મળેલું છે તે મારા. ધારવા પ્રમાણે મને ઘણું લાગે છે, છતાં આપ કહો છો કે તને પુદયે સુખને લેશ આપે છે. તે જેને સંપૂર્ણ સુખ કેવા પ્રકારનું હશે તે સમજાવવા કૃપા કરશે ?
નિમળાચાર્ય–રાજન ! સંપૂર્ણ સુખ અનુભવથી જાણી શકાય છે.
ગુણધારણ–પ્રભુ ! તેને અનુભવ કેવી રીતે થઈ શકે?
નિર્મળાચાર્ય—હે રાજા ! દશ કન્યાઓને પરણ્યા પછી, તેના અનન્ય પ્રેમ અને ગાઢ સંબંધથી તમને તે સુખનો અનુભવ થશે.